અમદાવાદના લાંસ નાયક ગોપાલ સિંહ ભાદોડીયાને મરણોપરાંત શોર્ય ચક્ર એનાયત

\"\" અમદાવાદના લાંસ નાયક ગોપાલ સિંહ ભાદોડીયાને મરણોપરાંત શોર્ય ચક્ર એનાયત


અમદાવાદ :બાપુનગરના રહેવાસી મુનીમ સિંહ તથા જયશ્રી બેન ભદોડિયાના પુત્ર લાંસ નાયક ગોપાલ સિંહ ભાદોડીયાએ તા.૧૨ ફેબ્રુઆરી ૨૦૧૭ના રોજ શ્રીનગરના ફિસલ વિસ્તારના નાગબાલ ગામમાં આતંકીઓ સામે લડતા પોતાના મહામૂલા પ્રાણ ન્યોછાવર કરી વીર ગતિ પ્રાપ્ત કરેલ. તેમની આ વીરતાને બિરદાવતા ભારતીય લશ્કર દ્વારા ૧૫ જાન્યુઆરી ૨૦૨૩ના આર્મી દિવસે ૨૦૨૩ના લશ્કરના વડા જનરલ મનોજ પાંડે દ્વારા બેંગલોર ખાતે સંપૂર્ણ લશ્કરી સનમાન સાથે \”શોર્ય ચક્ર\” એનાયત કરવામાં આવ્યું હતું. આ વિશેની માહિતી સિયાચીનમાં વીરગતિ પ્રાપ્ત કરનાર વીર નિલેશ સોની પરિવારના મોભી જગદીશ સોની દ્વારા આપવામાં આવી હતી.