આઓજી સંગઠનમાં શ્રેષ્ઠ અને હોદેદારો માટે પ્રેરણારૂપ કામગીરી કરનાર અભિનેત્રી શ્રદ્ધા રાઠોડનું વિશેષ સન્માન કરાશે : પ્રદેશ પ્રવકતા વૈશાલી પટેલ

આઓજી સંગઠનમાં શ્રેષ્ઠ અને હોદેદારો માટે પ્રેરણારૂપ કામગીરી કરનાર અભિનેત્રી શ્રદ્ધા રાઠોડનું
વિશેષ સન્માન કરાશે. પ્રદેશ પ્રવકતા વૈશાલી પટેલ
\"\"

જીતેન્દ્ર દવે દ્વારા
અમદાવાદ : આગામી તા.૧૫-૦૭-૨૦૨૧ ને ગુરુવારના રોજ સવારે ૧૧.૦૦ થી બપોરના ૨.૦૦ વાગ્યા સુધી સોમનાથ ખાતે મળી રહેલ \”આર્ટિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાત (આ.ઓ.જી.) કારોબારી ની પ્રથમ મિટિંગ મળી રહેલ છે ત્યારે આ સંગઠનને સફળતાની સીડી પુરી પાડનાર પત્રકાર મિત્રોના વિશેષ સન્માન સાથે એક ખાસ પત્રકાર પરિષદ રાખવામાં આવેલ છે અને આ કાર્યક્રમમાં ગુજરાત ભરમાંથી સો થી પણ વધારે પત્રકારો ઉપસ્થિત રહેનાર હોય અને લાઈવ પ્રસારણ કરવાના હોય ત્યારે આ સંગઠન માં શ્રેષ્ઠ અને હોદેદારો માટે પ્રેરણારૂપ કામગીરી પુરી પાડનાર અને પ્રદેશ પ્રમુખ એવા ભગુભાઈ વાળાની ખાસ શિષ્યા અને આ ઓ જી નાં વાઈસ પ્રેસિડેન્ટ.એવી સફળ નિર્માત્રી અને અભિનેત્રી શ્રદ્ધા (ઉષા) રાઠોડની શ્રેષ્ઠ કામગીરી ની કદર રૂપે મુખ્ય કારોબારીમાં મહત્વના સ્થાન સાથે વિશેસ સન્માન કરવામાં આવશે આ તકે આઓજી ના પ્રદેશ પ્રવકતા વૈશાલી પટેલ એ વધુમાં જણાવેલ કે શ્રદ્ધા (ઉષા) રાઠોડ પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવે છે તેઓ એડવોકેટ અને કોલેજના પ્રોફેસરની વ્યસ્તતા ની સાથે સાથે પોતાનો કલા પ્રેમ અમર રાખી ફિલ્મ જગતમાં એક આગવી ઓળખ ઉભી કરવામાં સફળ રહયા છે ત્યારે આવા પ્રતિભાશાળી મહિલા અગ્રણી આઓજી સંગઠનની આન – બાન અને શાન વધારી રહેલ છે ત્યારે ગુજરાત ભરમાંથી કલાકારો તરફથી તેઓને અભિનંદન વર્ષા થઈ રહેલ છે એમ આ.ઓ.જી. ના પ્રદેશ પ્રવકતા વૈશાલી પટેલની અખબારી યાદીમાં જણાવાયું છે.

\"\"
\"\"