આ.ઓ.જી. ની સોમનાથ ખાતેની પ્રથમ બેઠકમાં મહિલાઓ માટે વિશેષ સુવિધાઓ પુરી પડાશે : અભિનેત્રી શ્રદ્ધા (ઉષા) રાઠોડ

આ.ઓ.જી. ની સોમનાથ ખાતેની પ્રથમ બેઠકમાં મહિલાઓ માટે વિશેષ સુવિધાઓ પુરી પડાશે : અભિનેત્રી શ્રદ્ધા (ઉષા) રાઠોડ

જીતેન્દ્ર દવે દ્વારા અમદાવાદ : આગામી તા.15 જુલાઈએ \”આર્ટિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાત\” (આ.ઓ.જી.) ની પ્રથમ કારોબારી બેઠક ભારતના પ્રથમ જ્યોતિલિંગ એવા સુપ્રસિદ્ધ યાત્રા ધામ સોમનાથ ખાતે મળી રહેલ છે ત્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતી દૂર દૂરના જિલ્લાઓમાંથી આવતી મહિલા કલાકારો માટેની વિશેષ સુવિધાઓ જેવી રહેવાની – જમવાની તેમજ ખાસ દર્શનની સુવિધા પુરી પાડવામાં આવનાર છે આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહિલા કલાકારોએ આગામી તા.14 જુલાઈને બુધવારના રોજ મોડામાં મોડા સાંજના 6 વાગ્યા સુધીમાં આવી જવાનું રહેશે અને પોતાના આધાર કાર્ડની નકલ આ.ઓ.જી. પ્રદેશ ઉપ પ્રમુખ અને અભિનેત્રી અને નિર્માત્રી શ્રદ્ધા (ઉષા) રાઠોડ ના વોટ્સએપ્પ નંબર 94282 47405 ઉપર મોકલી આપવાનો રહેશે જેથી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર મહિલા કલાકારો માટે 14 જુલાઈ ના રાત્રી રોકાણ તેમજ જમવાની તેમજ 15 જુલાઈના રોજ સવારે 9 થી 10 દર્શન માટે ને જરૂરી અને યોગ્ય સુવિધા પુરી પાડી શકાય એમ અભિનેત્રી અને નિર્માત્રી શ્રદ્ધા (ઉષા) રાઠોડની અખબારી યાદીમાં જણાવાયું છે…