વિરોધ પ્રદર્શન કરતા પત્રકારો અને સામાજિક કાર્યકર્તાઓ લોકસ્વામી પ્રધાન સંપાદક જીતુ સોની
મુંબઈ : થોડા દિવસ થી મધ્ય પ્રદેશના ઇન્દોરમાં પ્રસાશન અને અમુક મીડિયા હાઉસ/પત્રકારો આમને સામને આવ્યા છે. વાત છે ઇન્દોરના રહેવાશી અને લોકસ્વામીના પ્રધાન સંપાદક જીતુ સોનીની.
મુખ્યમંત્રી કમલનાથની સરકારમાં જીતુ સોની જેમની હોટેલ અને બીજા અનેક વ્યવસાય પર આકરી કાર્યવાહી કરવામાં આવી છે.
લોકસ્વામી સમાચારપત્ર પર ઇન્દોરમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો છે એના વિરોધમાં દિલ્હીના જંતર-મંતર પર મધ્ય-પ્રદેશના પત્રકારો અને સામાજિક કાર્યકર્તાઓ એ વિરોધ પ્રદર્શન કરતા વહેલામાં વહેલી તકે આ પ્રતિબંધ હટાવી લેવામાં આવે અને સાથે જ હનીટ્રેપના મામલાની તપાસ સીબીઆઈને સોંપવામાં આવે એવી માંગ કરી હતી. તે સાથે હનીટ્રેપના સમાચારોને કારણે લોકસ્વામી પર પ્રતિબંધ લાગ્યો છે માટે સીટ ના એ અધિકારીઓ પર પણ કાર્યવાહીની માંગ કરવામાં આવી જેમણે વિડિઓ લોકસ્વામીને આપ્યા હોવાનું કહેવાય છે. જયારે પોલીસ અધિકારીઓનું કહેવું છે કે જે પણ કાર્યવાહી કરવામાં આવી છે એ ફરિયાદ અને પુરાવાના આધારે કરી છે.
હાલમાં ભારતભરમાં વસતા પરજીયા સોની સમાજ જીતુ સોનીના સમર્થનમાં બેનરો અને કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન કરી કલેક્ટરને આવેદન સુપ્રત કરશે.