પૂર્વ રાજયપાલ રામ નાઈકે ડો.બાબાસાહેબ આંબેડકરને આપી શ્રદ્ધાંજલિ
- મુંબઈ : ઉત્તર પ્રદેશમાં ડો. બાબાસાહેબ ઉર્ફ ભીમરાવ રામજી આંબેડકરનું નામ ડો. ભીમ રાવ આંબેડકર લખવામાં આવતું હતું જે યોગ્ય ના હતું . તેમાં સુધાર કરીને મારા મનનું સમાધાન થયું એવું દાદર ચૈતન્ય ભૂમિ પર ડો. બાબાસાહેબ આંબેડકર ને ૬ ડિસેમ્બરના રોજ શ્રદ્ધાંજલિ આપવા આવેલ પૂર્વ રાજ્યપાલ (ઉ.પ્ર) રામ નાઈકે જણાવ્યું હતું. વધુમાં તેમને કહ્યું હતું કે છેલ્લા ૪૦ વર્ષ થી ચૈતન્યભૂમિ પર બાબાસાહેબને શ્રદ્ધાંજલિ આપવા આવું છું. માત્ર ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકેની જવાબદારી હતી તે પાંચ વર્ષ ફક્ત નથી આવી શક્યો. પરંતુ તે દરમિયાન યુપીમાં દરેક સ્થાને અને વિશેષ વિદ્યાપીઠમાં પણ બાબાસાહેબ નું નામ ભીમ રાવ રામજી અમ્બેડકર હતું. સર્વ જગ્યા પર નામ સુધારવા માટે લોકોને બાબાસાહેબની સંવિધાનની મૂળ પ્રત પર હિન્દીમાં કરેલી સહી બતાવી તે પછી દરેક જગ્યાએ નામ સુધારીને લખવામાં આવ્યું. આ કામ મારા કાર્યકાળ દરમિયાન કરી શક્યો એનો મને આનંદ છે. ચૈતન્યભૂમિ પર રામ નાઈક સાથે વિનોદ શેલાર, ગણેશ ખનખર, પ્રીતમ પંડાગલે, સહીત પદાધિકારી ઉપસ્થિત રહ્યા હતા.