ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રના બંગલાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ?

ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રના બંગલાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ?

મુંબઈ : નાગપુર પોલીસ કંટ્રોલ રૂમને મંગળવારે એક અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને બોલિવૂડ એક્ટર અમિતાભ બચ્ચન, એક્ટર ધર્મેન્દ્ર અને દેશના મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી સહિત અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓના ઘરોને ઉડાવી દેવાની ધમકી આપી હતી નાગપુર પોલીસે આ બાબતની જાણકારી મુંબઈ પોલીસને આપતા મુંબઈ પોલીસ એલર્ટ થઈ ગઈ છે અને ત્રણેના ઘરની બહાર સુરક્ષા વધારવામાં આવી હોવાની માહિતી મળી રહી છે.એક અજાણ્યા વ્યક્તિએ નાગપુર પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરીને દાવો કર્યો હતો કે ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, સુપર સ્ટાર અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રના ઘરની નજીક બોમ્બ મૂકવામાં આવ્યા છે. અલગ અલગ બોંમ્બ સ્કવોડ ફોન કરનારે કહેલ સ્થાન પર પહોંચીને સર્ચ ઓપરેશન કર્યું હતું જેમાં કોઈપણ બોમ્બ કે બોમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ નથી મળી આવી. કોલ કરનારે એવો પણ દાવો કર્યો હતો કે 25 સશસ્ત્ર માણસો પણ આતંકી હુમલો કરવા માટે મુંબઈના દાદર પહોંચ્યા છે. જેથી જુહુ, વિલે-પાર્લે અને ગામદેવીમાં પોલીસને પણ એલર્ટ કરવામાં આવી હતી. પોલીસને લાગી રહ્યું છે કે આ ફેક કોલ હોય શકે પરંતુ તેઓ કોઇ લાપરવાહી કરવા માંગતા નથી. હાલ નાગપુર અને મુંબઈ પોલીસ આ ફોન કરનારની શોધખોળ કરી રહી છે.

\"\"
જા×ખ
\"\"
જા×ખ