ઉના શહેરમાં અને ગામડા ઓમાં નશીલા પદાર્થ વાળી ભેળ સેળ વાળી તાડીના કેમ્પ પર હિન્દુ યુવા સંગઠનની જનતા રેડ
વિજય સોનગરા દ્વારા
ગીર સોમનાથ : ઉના તાલુકામાં બહારના હૈદરાબાદી લોકો શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર કેમ્પ બાંધી અંદર ગેરકાયદેસર તાડીનું વેચાણ કરતા હોય છે. આ તાડીમાં નશીલા પદાર્થ જેવા દ્રવ્યો ભેળસેળ કરી માનવ જીંદગી પર જોખમમાં મુકી રહ્યા હોય અગાઉ બે યુવાનો તાડી પીતા તેમના મોતની ધટના હિન્દુ યુવા સંગઠનના મોટી સંખ્યામાં યુવાનો એકત્ર થઇ ગે.કા.તાડીનું વેચાણ થતું હોય તે સ્થળ પર પહોચી જનતા રેડ કરવામાં આવી હતી.
ઉનામાં નશીલા પદાર્થના ભેળસેળ વાળી તાડીના કેમ્પ સ્થળ જેમાં ઉના ભાવનગર રોડ પર હૈદરાબાદના હિન્દીભાષી મહીલાને કેમ્પમાં અંદર ગે.કા. તાડીનું વેચાણ કરતા ઝડપી પાડેલ જેમાં પ્લાસ્ટીના બાચકામાં ભરેલી નાની પ્લાસ્ટીકની કોથળીમાં તાડી ભરેલો જથ્થો મળી આવેલ અને ત્યાર બાદ યુવાનોએ સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસ પણ સ્થળ પર દોડી ગયેલ હતી.
કોથળીમાં ભરેલ તાડીનો જથ્થો નાશ કરી દીધેલ હતો. જોકે હિન્દુ યુવા સંગઠનના યુવાનોએ સ્યુગર ફેક્ટરી પાસે, ભાવનગર રોડ પર, ભીમપરા વિદ્યાનગર નજીક તેમજ વેરાવળ રોડ આનંદવાડી પાસે રેઇડ કરી હતી. જેમાં ભાવનગર રોડ પર અને આનંદવાડી પાસેથી ગે.કા.તાડી ભરેલ કેન તેમજ કોથડીઓ મળી આવતા પોલીસને જાણ કરેલ હતી. જેમાં ગ્રામીણ વિસ્તારોમાં સીલોજ તથા સાહ ડેસર મુકામે નશીલાં પદાર્થ વાળી તાડી નો જથ્થો મળેલ તેમની જાણ પોલીસને કરવામાં આવી હતી તાત્કાલિક પોલીસ સ્ટાફ દોડી ને પગલાં લીધેલ.
