ઉપલેટામાં તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસને મળી 8-8 બેઠકો જ્યારે અપક્ષની 2 બેઠકો આવી જ્યારે જિલ્લામાં 1 ભાજપ અને 2 કોંગ્રેસ

ઉપલેટામાં તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસને મળી 8-8 બેઠકો જ્યારે અપક્ષની 2 બેઠકો આવી જ્યારે જિલ્લામાં 1 ભાજપ અને 2 કોંગ્રે

જયેશ મારડિયા દ્વારા
રાજકોટ :
ઉપલેટા યોજાયેલ સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં તાલુકા પંચાયતમાં ભાજપને 8 કોંગ્રેસને 8 અને અપક્ષને 2 બેઠકો મળી છે જ્યારે જિલ્લા પંચાયતની 03 બેઠકોમાં 1 ભાજપ અને 2 કોંગ્રેસને ફાળે ગઈ છે. ઉપલેટામાં તાલુકા પંચાયતની 18 બીઠકો માટે ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષના 57 જેટલા ઉમેદવારોએ જંપલાવ્યું હતું. અહિયાં તાલુકા પંચાયતમાં ભાજપને 8 બેઠકો પર જીત મળી છે જ્યારે કોંગ્રેસને પણ 8 બેઠકો પર જીત મળી છે.
આ સાથે ઉપલેટામાં આવેલ રાજકોટ જિલ્લા પંચાયતની 03 બેઠકોમાં 1 બેઠક ભાજપ મળી છે તો બીજી 2 બેઠકો કોગ્રેસ ભાગે ગઈ છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસનો ગઢ કહેવાતા આ વિસ્તારમાં ઉપલેટા તાલુકા પંચાયતની સૌથી અગત્યની બેઠક મોજીરા પરથી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ,આમ આદમી પાર્ટી ઉપલેટાના પ્રમુખ અને ભાજપના ઉમેદવાર વચ્ચે જંગ હતો જેમાં ઉપલેટા તાલુકા પંચાયતની મોજીરા બેઠકા પર ભાજપને જીત મળી છે.
ઉપલેટા તાલુકા પંચાયતની સીટ પર ગત ટર્મમાં કોંગ્રેસનું શાશન હતું જ્યારે આ વર્ષે ભાજપ-કોંગ્રેસને સમાન બેઠકો મળતા કોંગ્રેસને નુકશાની જોવા મળી છે સાથે જ આવનારા સમયમાં ઉપલેટા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે કોણ આવશે તે પણ એક મોટો સવાલ ઉઠી રહ્યો છે.