કડકડતી ઠંડીમાં થીજી ગયા માસૂમ રિયાના શ્વાસ રાજકોટમાં બની દુઃખદ ઘટના

રાજકોટમાં બની દુઃખદ ઘટના ભારે ઠંડીમાં થીજી ગયા માસૂમ રિયાના શ્વાસ જવાબદાર કોણ ?

રાજકોટ : સમગ્ર ગુજરાતમાં તાપમાનનો પારો નીચે આવતા કાતિલ ઠંડીને કારણે ઢેબર રોડ, ગોપલનગર શેરી નં -૦૪ માં રહેતી રિયા કિરણ સાગર (ઉં ૧૭)નું મૃત્યુ થયું છે. મળતી વિગત મુજબ રિયા સાગર ગોંડલ રોડ પર આવેલી જે.વી.જસાણી શાળાના ૮માં ધોરણમાં અભ્યાસ કરે છે. સવારના ૭.૧૦ કલાકે સ્કૂલ વેનમાં શાળાએ જવા નીકળી ૭.૩૦ મિનિટે શાળાના પ્રાર્થના ખંડમાં પ્રાર્થના કરી ૮.૦૦ વાગ્યે પોતાના ક્લાસમાં આવી તે સમયે અચાનક ધ્રુજારી ઉપડી અને બેભાન થઈ ગઈ તાત્કાલિક શાળાના સંચાલકો અને શિક્ષકોએ ૧૦૮ને જાણ કરી પરંતુ તેની રાહ ન જોતાં તુરંત શાળાની વેનમાં હોસ્પિટલ પહોંચ્યા ત્યાં હાજર ડોકટરે ઇસીજી કરી મૃત ઘોષિત કરી હતી. સંબંધિત પોલીસ સ્ટેશનના અધિકારીઓ હોસ્પિટલ પહોંચી જાણકારી મેળવી રિયાના શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહીની તજવીજ હાથ ધરી હતી. આ બાબતે શાળાના સંચાલકો સાથે સંપર્ક સ્થાપિત નથી થયો
મૃતક રિયાનો પરિવાર પહેલા યુગાન્ડાના કંપાલામાં રહેતો હતો. કોરોના સમયમાં તેઓ રાજકોટ આવ્યા હતા. તેના પિતા કિરણ સાગર સોની કામ કરે છે અને તેમને સંતાનોમાં બે દીકરી છે મોટી રિયા અને નાની નિરાલી. રિયાની માતાનું કહેવું છે કે દરેક શાળાના સંચાલકો અને સરકારે આ ઘટના પછી ધ્યાનમાં લેવું જોઈએ કે કડકડતી ઠંડી ક્યારેક જોખમી બની શકે છે તો સમયપત્રકમાં ફેરફાર કરવાનો આદેશ સરકારે બહાર પાડવો જોઈએ. સંચાલકો મનમાની કરે છે કે સ્વેટર પણ શાળા તરફથી આપવામાં આવે છે એ પહેરવાની ફરજ પાડવામાં આવે છે. આ સ્વેટરથી ઠંડી સામે રક્ષણ નથી થતું. તેની સામે સૂત્રોથી જાણકારી મળી કે શાળામાં વધુ ઠંડીમાં જેકેટ જે બીજા ગરમ કપડાં પહેરવાની છૂટ આપવામાં આવે છે. રાજ્ય સરકારે આ સમગ્ર ઘટનાની તપાસ કરીને વિગત આપવાના આદેશ શિક્ષણ અધિકારીઓને આપ્યા છે.
આ ઘટનાથી રિયાના પરિવાર સહિત સમગ્ર સોની સમાજમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે 

મોટા મોટા નેતાઓના આગમન સમયે શાળાના બાળકોને રેલી કે સ્વાગત માટે રસ્તા પર કે મેદાનમાં કલાકો ઊભા રાખવામાં આવે છે. એ દિવસે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવે છે. તો શું આવી કાતિલ ઠંડીમાં સમયમાં ફેરફાર ન થઈ શકે ? આજે સરકાર સામે સહુથી મોટો પ્રશ્ન નાગરિકો કરે છે.