
મુંબઈ : આજે સમગ્ર વિશ્વ કરોના વાયરસની સામે ઝઝુમી રહ્યું છે. એમાં આપણો દેશ પણ બાકાત નથી હાલના તબક્કે દેશમાં દરેક સરકારી વિભાગ જનતાને કોરોના વાયરસથી બચાવવા પ્રયત્નશીલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં કહ્યું હતું કે હાલ દેશ વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે. કારોના વાયરસની અસર સામાન્ય જનતા પર ના થાય તે માટે ડોક્ટરો, નર્સો સહીત હોસ્પિટલનો સ્ટાફ, પોલીસ વિભાગ, મ્યુન્સિપલ વિભાગ, ફાયર બ્રિગેડ, સફાઈ કર્મચારીઓ દિવસ રાત જોયા વિના સેવા કરી રહ્યા છે. કરોના વાયરસને કાબુમાં રાખવાના એક ઉપાય રૂપે પ્રધાનમંત્રીએ રવિવારને ૨૨/૦૩/૨૦૨૦ના રોજ જનતા કર્ફ્યુ રાખવા માટેનું આવાહન કર્યું હતું અને આ સમયે દેશ અને નાગરિકોની સેવામાં ખડે-પગે ફરજ નિભાવતા સર્વે સરકારી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓનો શંખનાદ, થાળી વગાડી અથવા તાળી વગાડી આભાર પ્રકટ કરવો. જેને અમુક તત્વોને બાદ કરતા સહુએ આવકાર્યું હતું. અને રવિવારે દેશની જનતાએ સહયોગ આપતા ભૂતકાળમાં ના થયું હોઈ અને ભવિષ્યમાં પણ મુશ્કિલ છે સ્વેછાએ એવું જડબેસલાક બંધ રહ્યું હતું. અને સાંજના ૫.૦૦ કલાકે ઘરની ગેલેરી, બારીમાં ઉભા રહી નાના બાળકોથી લઇ વયોવૃદ્ધ સહુએ પ્રશાસનનો આભાર પ્રકટ કર્યો હતો. જેની નોંધ વિશ્વસ્તરે લેવામાં આવી છે. દેશમાં જે પ્રમાણે અગમચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે એ પરથી લાગી રહ્યું છે કે આવનારા સમયમાં પરિસ્થિતિ નિયંત્રણમાં આવી જશે.પણ એ માટે નાગરિકોએ પણ સહયોગ આપવો પડશે કર્ફ્યુ સમયે બોરીવલી રેલ્વે સ્ટેશન પર એક પરિવાર બહારગામથી આવ્યું ત્યારે કોઈ એ પણ માસ્ક પહેર્યા ન હતા. જે પોતા માટે અને આજુબાજુમાં રહેલ સર્વે માટે ભયજનક છે . આવી વ્યક્તિઓને ભણેલા અભણ કહેવા પડે કે નિર્દેશોનું પાલન ના કરે.
તસ્વીર : દીપલ ઠાકોર
દેશના જવાબદાર નાગરિકોને સ્વાભિમાન ભારત તરફથી એક નમ્ર સૂચન કરવામાં આવે છે. સરકારી વિભાગને સહયોગ કરો એમના આપેલા નિર્દેશોનું પાલન કરો. અને જરૂરી કામ વિના બહાર જવાનું ટાળવું. કારણકે કરોના વાયરસ વધુ ભીડ અને એકબીજાની નજદીક હોઈ તો ફેલાવાનો ડર વધુ હોઈ છે. બહારગામથી આવેલ વ્યક્તિઓન કોરોનાગ્રસ્ત નથી પરંતુ સાવચેતીના પગલાં રૂપે એમને ૧૪ દિવસ માટે હોમ આઇસોલેટ રાખવામાં આવ્યા છે. સરકારી વિભાગથી સંપૂર્ણ માહિતી મેળવી લેવી જાણતાં-અજાણતા ખોટા મેસેજ મોકલાવી અફવાના ફેલાવવી
દેશ સદાય ડોક્ટરો, નર્સો સહીત હોસ્પિટલનો સ્ટાફ, પોલીસ વિભાગ, મ્યુન્સિપલ વિભાગ, ફાયર બ્રિગેડ, સફાઈ કર્મચારીઓનો ઋણી રહેશે. સ્વાભિમાન ભારત પરિવાર આપનો હૃદયપૂર્વક આભાર પ્રકટ કરે છે.
adv. adv.