ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-૧૨ની ઉત્કૃષ્ટ કામગીરી
મુંબઈ : કાંદિવલી પૂર્વમાં વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં લૂંટ ચલાવનો પ્રયાસ નિષ્ફળ રહ્યા બાદ શસ્ત્રોની ધાક દાખવી ફરાર થયેલા પાંચ આરોપીને દહિસરથી ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-૧૨એ ધરપકડ કરી પૂછપરછ કરતા જાણવા મળ્યું કે કાંદિવલીમાં પ્રામાણિક જ્વેલર્સમાં લૂંટ ચલાવ્યા બાદ પુણે અને ભીવંડીમાં લૂંટ કરવાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો.
ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ વધુ તપાસ કરતા ધરપકડ થયેલા આરોપીઓની ઓળખ ભરત જગદીશ શર્મા (૩૮) ઘેવરચંદ ફુટરમલજી સુથાર (૩૭), શાહીદ યુસુફ ખાન (૩૦), ફરમાન ઉર્ફે ફૈઝાન હનીફ કુરેશી (૨૪), શહેજાદ રઇસુદીન મલિક (૨૮) તરીકે થઇ હતી. આરોપી પાસે થી ૨ મોટર સાયકલ, ૧ દેશી તમંચો, ૩ જીવંત કારતુસ અને ૧ ચોપર જપ્ત કરવામાં આવ્યા હતા.
મુખ્ય સૂત્રધાર અને વિરારમાં જ્વેલર્સ ધરાવતા ભરત જગદીશ શર્મા પર ગુજરાત, રાજસ્થાન, બેંગલુરુમાં અનેક ગુન્હા નોંધાયેલા છે. તે સાથે પકડાયેલા બીજા આરોપીઓ અનેક ગુન્હામા સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે.
આ કામગીરી સ.પો. આયુક્ત (ગુન્હા) સંતોષ રસ્તોગી, પો.ઉપ.આ અકબર પઠાણ (પ્રકટીકરણ-૧), સ.પો.આ (ડી ઉત્તર) સંગીત પાટીલના માર્ગદર્શનમાં ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-૧૨ના પ્રભારી પોલીસ નિરીક્ષક સાગર શિવલકર, પો.ની. સચિન ગવસ, અતુલ ડાહકે, સ.પો.ની. અતુલ આવ્હાડ, પ્રકાશ સાવંત, આશિષ શેલકે, પો.ઉપ.ની. હરીશ પોળ, હેમંત ગીતે, સ.ફો. પ્રભાકર સૂર્વે, પો.ના. સંતોષ બને, અમોલ રાણે, મંગેશ તાવડે, મહિલા પો.શી. સ્વપ્નલી મોરે સહીત સ્ટાફે સફળતાપૂર્વક પર પડી હતી.