કાંદિવલી ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા મુંબઈ-મલાડમાં બે બોગસ કોલ સેન્ટર ઝડપાયા

ભરત કે. સતીકુંવર દ્વારા
મુંબઈ :
હાલ બોગસ કોલ સેન્ટરનો રાફડો ફાટ્યો છે. કાંદિવલી ક્રાઇમ બ્રાન્ચે બે બોગસ કોલ સેન્ટર પર કાર્યવાહી કરી છે. બોગસ કોલ સેન્ટર દ્વારા વધુ કરીને ભારત અને વિદેશમાં વસતા ભારતીય નાગરિકોને ફસાવે છે. ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-૧૧ ના પ્રભારી પો.ની .વિનાયક ચવ્હાણને મળેલ બાતમીના આધારે ગોલ્ડ લાઈન બિઝનેસ સેન્ટર, લિંક-વે એસ્ટેટ, મલાડ પશ્ચિમ અને યુરેકા ટાવર, ચિંચોલી બંદર રોડ,માઈન્ડ સ્પેસ, મલાડ પશ્ચિમ ખાતે ક્રાઇમ બ્રાન્ચે બે ટીમે એક જ સમયે છાપો માર્યો હતો એક બોગસ કોલ સેન્ટર પર મહિલા અને પુરુષ મળીને ૩૫ લોકો હાજર હતા જેમાંથી ૨૫ લોકો તે સમયે ગ્રાહકોને કોલ કરી રહ્યા હતા જયારે બીજા કોલ સેન્ટરમાં કુલ ૪૦ લોકો હાજર હતા જેમાંથી ૩૪ લોકો કોલિંગ કરી રહ્યા હતા.
આ બોગસ કોલ સેન્ટરથી ભારત અને અખાતી દેશોમાં વસતા ભારતીયોને VOIP ઇન્ટરનેટ કોલથી હિન્દી અથવા અંગ્રેજીમાં પોતાનું નામ બદલી સિંગાપુરથી વાત કરવામાં આવે છે એવું કહી ૭૦ત્રાડેસ.com નામની કંપનીની વેબસાઈટ પર આંતરરાષ્ટ્રીય અને ભારતીય શેરોમાં રોકાણ કરવા મોબાઇલ એપ્સ અથવા કંપનીની સાઈટ પર ક્રેડિટ/ડેબિટ અથવા ઈ-વોલેટના માધ્યમથી ૨૦૦ ડોલર જમા કરાવવાથી રોજના ૧૫૦૦ થી ૨૦૦૦નો ફાયદો થશે. ગ્રાહક એકવાર પૈસા જમા કરાવે તે પછી અથવા પૈસા બાબતની પૂછપરછ કરવામાં આવે એટલે ફોન બંધ કરી દેવામાં આવતો. વોઈપ કોલ હોવાથીબા ગ્રાહકોને ફોન કરવો હોઈ તો પણ નથી લાગતો અને કસ્ટમર કેર નંબર યુ.કે. નો હોવાથી પ્રતિસાદ નથી મળતો.
ક્રાઇમ બ્રાન્ચે બને કોલ સેન્ટરમાંથી સર્વર, સરફેસ લેપટોપ, હાર્ડ-ડિસ્ક વગેરે સાહિત્ય આગળની તપાસ કરવા હેતુ જમા કર્યું હતું એ સાથે બોગસ કોલ સેન્ટરના આદિત્ય માહેશ્વરી નેપિયન્સી રોડ અને ચર્ચગેટ રહેતા ગિરિરાજ દમાણીની ધરપકડ કરી બાંગુરનગર પોલીસ સ્ટેશનમાં ગુ.ર.ક્ર. ૪૭૩/૨૦૨૧ કલમ ૩,૪,૪૧૯,૪૨૦,૩૪ ભા.દ.સ.કલમ ૨૫એ ટેલિગ્રાફિક કાયદા સહ કલમ ૬૬(ક), ૬૬ (ડ) આઈ.ટી.હેઠળ નોંધ કરી ક્રાઇમ બ્રાન્ચ ૧૧ આ કેસમાં આગળની તપાસ કરી રહી છે.
આ કાર્યવાહી પો. સહ આયુક્ત (ક્રાઇમ) મિલિન્દ ભારંબે, અપર પો. આયુક્ત (ક્રાઇમ) વિરેશ પ્રભુ, માં. પો. ઉ.આયુક્ત (પ્ર-૧) અકબર પઠાણ, સહાયક પો. આયુક્ત સિદ્ધાર્થ શિંદેના માર્ગદર્શનમાં પ્ર.પો.ની. નિરીક્ષક વિનાયક ચૌહાણ, માનસિંગ પાટીલ, અભિજીત જાધવ સ.પો.ની. ભરત ઘોંણે, પૂનમ યાદવ, વિશાલ પાટીલ, અજિત કાનગુડે, અમલદાર સ.ફો.સત્યનારાયણ નાઈક, પો.હ. સુનિલ તેલી, રાજુ ગારે, મહાદેવ નાવગે, સંતોષ માને, પો.ના.અજય કદમ સચિન ખતાતે, નિલેશ શિંદે. રિયા અણેરાવ, સારિકા કદમ, જયશ્રી ગોસાવી,પ્રશાંત ઢગેએ સફળતાપૂર્વક પાર પાડી હતી.

\"\"
ad
\"\"
ad