કાંદિવલી ક્રાઇમ બ્રાન્ચે ઓનલાઇન લોટરીનો ગૈરકાયદેશર વ્યવસાય કરતા આરોપીઓની ધરપકડ કરી
મુંબઈ : થોડા સમયથી ગૈરકાયદેશર ઓનલાઇન લોટરીનો વ્યવસાય કરતા ઈસમો દ્વારા શાસનને નુકશાન પહોંચાડતા હોવાની જાણકારીને કારણે લોટરી પ્રશાસનએ અનેક વખત કાર્યવાહીની માંગ કરી હતી જેના સંદર્ભમાં ક્રાઇમ બ્રાન્ચને આ બાબતે તપાસ કરી કડક કાર્યવાહી કરવાના નિર્દેશ ઉપરી અધિકારીઓએ આપ્યા હતા.
કાંદિવલી ક્રાઇમ બ્રાન્ચ -૧૧ ના પ્રભારી પો. નિરીક્ષક સુનિલ માને ને માહિતી મળી હતી કે એમ.એચ.બી. કોલોની, બિલ્ડીંગ નં.૨૫ નજીક ખેરનગર, બાંદ્રા પૂર્વમાં અમુક તત્વો સુપર ૬, સુપર ૯ અને સ્ટાર ૯૯ એપ્લિકેશન દ્વારા ઓનલાઇન ગૈરકાયદેશર લોટરી સેન્ટરમાં જુગાર રમાડી ફસાવતા હતા. પ્રભારી પો. નિરીક્ષક સુનિલ માનેના નેતૃત્વમાં ક્રાઇમ બ્રાન્ચ-૧૧ની ટીમે છાપો માર્યો હતો. લોટરી સેન્ટરના માલિકે પૂછપરછમાં કબુલ્યું હતું કે તે અને તેના સાથીદારઓ સાથે મળી ગૈરકાયદેશર લોટરીનો વ્યવસાય કરે છે. જેના માટે સરકાર માન્ય લોટરી જેવી એપ્લિકેશન બનાવી કોમ્પ્યુટરની મદદથી લોટરીની પ્રિન્ટ કાઢી ગ્રાહકોને જુગાર રમાડતા હતા. આ માટે અનેક વેબસાઈટ પણ બનાવવામાં આવી હતી. એ સાથે આજુબાજુના વિસ્તારમાં કુલ ૫ લોટરી સેન્ટર ચલાવતા હોવાનું માલુમ પડતા તે ઠેકાણે છાપા મારી રોકડા રૂ. ૫૧,૭૮૦, પાંચ કોપ્યુટર, બારકોડ સ્કેનર,કાગળના રોલ, લોટરીની ચિઠ્ઠીની પ્રિન્ટ સહિતનું સાહિત્ય કબ્જે કર્યું હતું.
ક્રાઇમ બ્રાન્ચે ૮ આરોપીની ધરપકડ કરી હતી જેમના વિરુદ્ધ નિર્મલ નગર પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરી કોર્ટમાં હાજર કરતા ૨૭/૦૧.૨૧ સુધી પોલીસ કસ્ટડી આપવામાં આવી છે.
આ કાર્યવાહી પ્રભારી પોલીસ ની.સુનિલ માને, પો.ની વિનાયક ચૌહાણ, રઈસ શેખ, સ.પો.ની. શરદ ઝીને, નીતિન ઉતેકર, વિશાલ પાટીલ, પો.ઉ.ની. તાનાજી પાટીલ, કોરગાંવકર અને અમલદાર સ.ફો. નરેન્દ્ર મયેકર, રવિન્દ્ર ભાબીડ, રાજુ મોરે, સંતોષ તૈલી,સુબોધ સાવંત,સચિન કદમ, જયેશ કેની, અજય કદમ, મહેશ રાવરાણેએ સફળતાપૂર્વક પર પડી હતી.
