કાંદિવલી પોલીસે લાખોની ચોરી કરનાર ચોરને મુદ્દામાલ સાથે ચોવીસ કલાકમાં બિહારથી ઝડપી લીધો

\"\" કાંદિવલી પોલીસે લાખોની ચોરી કરનાર ચોરને ચોવીસ કલાકમાં બિહારથી ઝડપી લીધો


મુંબઈ : કાંદિવલી પશ્ચિમમાં રહેતા વાસ્તુશાસ્ત્ર નિષ્ણાત વિવેક ભોલેના ઘરમાંથી લગભગ ૪૧ લાખથી વધુની ચોરી થઈ હતી આ ચોરી કરનારને કાંદિવલી પોલીસે ચોવીસ કલાકમાં બિહારથી ઝડપી લીધો.
શ્રીકાંત યાદવ છેલ્લા બારેક વર્ષથી ફરિયાદી ભોલેને ત્યાં નોકર તરીકે કામ કરતો હતો. ૨૪ ઓક્ટોબરના નોકર શ્રીકાંત દેશમાં જવાનું કહી ચાલ્યો ગયો હતો. ભોલેએ લક્ષ્મીપૂજન માટે જ્યારે કબાટની તિજોરી ખોલી ત્યારે તેમાં રહેલા દાગીના, સોનાના બિસ્કિટ, કિંમતી ઘડિયાળો અને રોકડ રકમ ગાયબ હતી. આ વિશેની ફરિયાદ કાંદિવલી પોલીસમાં નોંધાવતા અને નોકર શ્રીકાંત અચાનક ગામ જવાનું કહી ચાલ્યો ગયો એટલે એના પર શંકા હોવાનું પોલીસને જણાવ્યું. પોલીસ અધિકારીઓએ પોતાની બાહોશ ટીમ સાથે આધુનિક યંત્રણાનો ઉપયોગ કરી તપાસ કરતા શ્રીકાંત બિહાર જઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું જેથી પોલીસની ટીમ હવાઈ માર્ગે બિહાર પહોંચી અને શ્રીકાંત યાદવની ધરપકડ કરી તેની પાસેથી કુલ ૪૬,૮૩,૫૪૮ ની કુલ કિંમતના દાગીના અને રોકડ રકમ જપ્ત કરી હતી. પોલીસ દ્વારા પૂછપરછ કરતા આરોપીએ એકવાર કબાટની ચાવી ખોવાઈ જતા ફરિયાદીના પત્નીએ બીજી ચાવી બનાવવા મોકલાવ્યો હતો ત્યારે એક ચાવીનો સેટ વધુ બનાવ્યો હતો અને મોકો મળતા આ ચોરી કરી હોવાનું કબૂલ કર્યું હતું.
આ કાર્યવાહી વરિષ્ઠ પોલીસ નિરીક્ષક દિનકર જાધવ, પોલીસ નિરીક્ષક દીપશિખા વારેના માર્ગદર્શનમાં પો.ની સોહન કદમ, સહા.પો.ની.હેમંત ગીતે, પો.ઉપ.ની. ઇન્દ્રજીત ભીસે, ડિટેક્શન ટીમનાં પો.હ. સત્યવાન જગદાળે, પો.ના. શ્રીકાંત તાવડે, વધુલકર, પો.સિ. સચિન ભાલેરાવ, રવિ રાઉત, યોગેશ હિરેમઠ, સુજન કેસરકર, પ્રવીણ વૈરાળે, સંદીપ મ્હાત્રે, દાદાસાહેબ ધોડકે, ચિરંજીવી નવલું, મહિલા પો. સિ. રૂપાલી ટાયગડેએ પાર પાડી હતી.

\"\"