કોરિયન યુવતીએ ભારત દેશ અને ન્યાય વ્યવસ્થાના વખાણ કર્યા સાથે જ મુંબઇ પોલીસને કહ્યું THANK YOU

\"\"\"\"મુંબઈ : ખારમાં દક્ષિણ કોરિયાની મહિલા યુટ્યુબરની બે ઈસમો છેડતી કરી રહ્યાનો વીડિયો વાયરલ થયો હતો. આ બાબતની નોંધ લઈ મુંબઇ પોલીસે વીડિયોની તપાસ કરી મોબીન ચાંદ મોહમ્મદ શેખ અને મોહમ્મદ નકીબ સદરી આલમ નામના બે આરોપીની ધરપકડ કરી છે.
સુત્રોથી મળેલ માહિતી મુજબ કોરિયન યુવતી લાઈવ સ્ટ્રીમિંગ કરી રહી હતી તે સમયે એક યુવક યુવતીની ખૂબ નજીક આવી હાથ ખેંચવા લાગે છે. યુવતી વિરોધ કરે છે અને સ્થળ પરથી જવા લાગે છે ત્યારે યુવક મિત્ર સાથે મોટરસાઇકલ પર આવી તેને તેના ઘરે મૂકવા કહે છે પરંતુ મહિલાએ ના પાડી તો તેને બળજબરીપૂર્વક કિસ કરવાનો પ્રયત્ન કર્યો હોવાનું કહેવાય છે. યુટ્યુબર યુવતીનું કહેવું છે કે તે પ્રવાસમાં અનેક દેશોમાં હતી ત્યારે પણ આવી ઘટના બની છે પરંતુ ત્યાં પોલીસ બોલાવવામાં મુશ્કેલી હતી જ્યારે મુંબઇ પોલીસે વીડિયો જોઈને તુરંત કાર્યવાહી કરી જેનાથી સાબિત થાય છે કે મુંબઇ સહિત ભારતમાં મહિલા સુરક્ષિત છે. ભારતમાં ન્યાય વ્યવસ્થા ખૂબ જ સરસ અને ઝડપી છે.
યુવતીએ વધુમાં કહ્યું, \”મને 3 અઠવાડિયાથી વધુ સમય મુંબઈમાં થયો છે અને વધુ સમય રહેવાની યોજના બનાવી રહી છું. એક ખરાબ ઘટનાથી મારી આખી સફર અને અન્ય દેશોને અદ્ભુત ભારત બતાવવાનો મારો જૂસ્સો ઓછો નથી થયો.

कुछ ऐसी व्यक्तिओ के कारण अंतरराष्ट्रीय पटल पर भारत देश की छवि खराब होती है ।