Home News કોરોના વાયરસ વિષે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું રાષ્ટ્ર સંબોધન

કોરોના વાયરસ વિષે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું રાષ્ટ્ર સંબોધન

1120
0

મુંબઈ : કોરોના વાયરસ(covid-૨૦૧૯)ના સંક્રમણને દેશભરમાં ફેલાતો અટકાવવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તા.૨૨-૦૩-૨૦૨૦, રવિવારના રોજ સવારે ૭.૦૦ કલાકેથી રાત્રે ૯.૦૦ કલાક સુધી ‘જનતા કરફ્યુ’ નું આહવાન કર્યું છે તેનું ગુજરાતની જનતા આ અતિસંવેદનશીલ અને મહત્વપૂર્ણ સમયમાં સંયમ અને સંકલ્પ સાથે રાષ્ટ્રહિતના ભાવ સાથે રાષ્ટ્રસેવામાં ભાગીદાર બની પાલન કરે અને તે સાથે જનતાને નોકરી/વ્યવસાયિક કામો શક્ય બને તેટલા ઘરેથી કરવા(work from home) અને 60 વર્ષથી વધુ આયુ ધરાવતા સિનિયર સિટીઝન્સ અને વૃદ્ધોને આગામી સપ્તાહોમાં ઘરની બહાર ન નીકળવા અને આરોગ્યની વિશેષ કાળજી લેવા તેમજ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ હેલ્થ એડવાઇઝરી નું પાલન કરવા માટે વિનંતી કરી હતી.
કરોડો નાગરિકોને આ વૈશ્વિક મહામારીમાંથી ઉગારવા માટે પોતાના જીવના જોખમે તત્પરતાથી રાહત અને સારવાર કાર્યમાં લાગેલા અધિકારીઓ,તબીબો અને જનપ્રતિનિધિઓનો આભાર વ્યક્ત કરવા તા.૨૨-૦૩-૨૦૨૦, રવિવારના રોજ સાંજે ૫.૦૦ કલાકે પોતાના નિવાસની ગેલેરી કે બારી પાસેથી એકસાથે તાળીઓ વગાડી/થાળી-વેલણ વગાડવા વિનંતી કરી હતી
જનતાના સહકાર, સરકારના પ્રયોજનો તેમજ ઈશ્વરની કૃપાથી ભારત સહિત સમગ્ર વિશ્વ કોરોના વાયરસ ડિસીઝ(covid-૨૦૧૯)માંથી ઉગરે અને વિશ્વના કરોડો નાગરિકોની જનજીવન ફરી એક વખત સામાન્ય બને તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

ADV
ADV.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here