કોવિડ વેકસીન કોઈપણ પ્રકારની આડઅસર વિનાની,ભાવનગરવાસીઓને અચુક આ વેકસીન લેવા રાજ્યમંત્રીનો અનુરોધ

રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેએ કોરોના પ્રતિરોધક રસી મુકાવી

કોવિડ વેકસીન કોઈપણ પ્રકારની આડઅસર વિનાની,ભાવનગરવાસીઓને અચુક આ વેકસીન લેવા રાજ્યમંત્રીશ્રીનો અનુરોધ

જીતેન્દ્ર દવે દ્વારા
ભાવનગર, તા.૧૨ :
રાજ્યમંત્રી વિભાવરીબેન દવેએ આજરોજ સર જસવંતસિંહજી હોસ્પિટલ (લાલ દવાખાના) ખાતેથી કોવિડ વેકસીન લીધી હતી. સૌ ભાવનગરવાસીઓને આ કોવિડ વેકસીન અચૂક લેવા આ તકે રાજ્યમંત્રીએ અનુરોધ કર્યો હતો.
\"\"રાજ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે મેં આ વેકસીન લીધી છે પરંતુ તેની કોઈપણ પ્રકારની આડઅસર જોવા મળી નથી. ૬૦ વર્ષેથી વધુ ઉંમરના વડીલો તેમજ ૪૫ થી ૬૦ વર્ષની ઉંમરના કોમોરબીડ દર્દીઓ સમયસર અચૂક આ વેકસીન લઇ પોતાની જાતને કોરોનાથી સુરક્ષિત બનાવે. ભારતના વૈજ્ઞાનિકો દ્વારા બનાવવામાં આવેલ આ વેકસીનની સમગ્ર વિશ્વમાં નોંધ લેવાઈ છે અને દેશનું ગૌરવ વધાર્યું છે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *