કાંદિવલીમાં નશીલા પ્રદાર્થ સાથે ૨ શખ્સોની ધરપકડ
મુંબઈ : સુશાંત રાજપૂતની આત્મહત્યા પછી અનેક વિવાદો થયા અને બોલિવૂડમાં નશીલા પ્રદાર્થોનું મોટાભાગના લોકો સેવન કરે છે. જે પ્રમાણે ગાંજો, અફીણ કે ડ્રગ્સ મોટી સંખ્યામાં પકડાય છે એના પરથી સાબિત થાય છે કે પ્રતિબંધિત નશીલા પ્રદાર્થોનો કારોબાર બહુ મોટો છે.
નશીલા પ્રદાર્થો યુવાપેઢીને બરબાદ કરે એ પહેલા આ કારોબારને ખતમ કરવા હાલ પોલીસ વિભાગ સતર્ક બન્યું છે. કાંદિવલી ક્રાઇમ બ્રાન્ચ – ૧૧ની ટીમ કાંદિવલી પશ્ચિમમાં પોઇસર જીમખાના પાસે રાઉન્ડ પર હતી તે સમયે ૨ ઈસમો નજરે ચડ્યા જેમની વર્તણુક શંકાસ્પદ લાગતા તેમને પૂછપરછ કરતા તેઓએ ભાગવાનો પ્રયત્ન કરતા સતર્ક ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેમને ઝડપી તેમને પાસે રહેલ બેગ તપાસતા તેમાંથી ૨૧ કિલો ગાંજો મળી આવ્યો હતો. જેની અનુમાનિત કિંમત ૪,૨૦,૦૦૦ છે
ફરિયાદી નીતિન વસંત શિંદે (ઉ.૫૩) પોલીસ અમલદાર ૩૭૬૦/યુનિટ ૧૧ એ સરકાર તરફથી કાંદિવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા વિ સ્થાનિક ગુન્હો ક્ર. ૮૩/૨૦૨૦ કલામ ૮ (ક) સહ ૨૦,૨૯ એનડીપીએસ ૧૯૮૫ના કાયદા હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે. બને એરપોઈને કોઉરતમાં હાજર કરતા ૧/૧૨/૨૦૨૦ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
