ખૈલેયાઓની આતુરતાનો અંત મુંબઈના બોરીવલીમાં ફરી એકવાર રાસ-ગરબાની રમઝટ બોલાવશે પ્રીતિ પિંકી…..Rang-Rass 2022 with priti-pinki

\"\"Mumbai : ઉપનગર બોરીવલીમાં રાયગઢ પ્રતિષ્ઠાન દ્વારા નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, આમદાર પ્રવીણ દરેકરના માર્ગદર્શનમાં રંગ-રાસ 2022 નવરાત્રીનું ભવ્ય આયોજન પ્રીતિ-પિન્કીના સથવારે બોરીવાલી પશ્ચિમ ચીકુવાડી ખાતે કરવામાં આવ્યું છે.
છેલ્લા ૨૨/૨૩ વર્ષથી મુંબઈવાસીઓને પોતાની આગવી શૈલીમાં પ્રાચીન ગરબા રજૂ કરી મંત્રમુગ્ધ કરનાર પ્રીતિ-પિંકીની જોડીએ આયોજકો સાથે મળીને નક્કી કર્યું છે કે છેલ્લા બે વર્ષથી નવરાત્રીનું આયોજન કોરોનાને કારણે કરવામાં નહોતું આવ્યું અને એ એક કપરો સમય હતો જેની અસર આજે પણ લોકોમાં દેખાઈ રહી છે તો આ નવરાત્રીમાં ખૈલેયાને નિયમો સાથે નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવે. જે દરેક વર્ગના માતાજીની ભક્તિમાં તરબોળ થવા અને તાળીઓના તાલે પ્રીતિ-પિન્કીના સુર સાથે રમઝટ બોલાવવા આતુર લોકો માટે ખુશીના સમાચાર છે.
અમેરિકાનું ગ્રીન કાર્ડ ધરાવતા મૂળ અમદાવાદના અને અંગેજી મીડિયામમાં ભણતર પ્રાપ્ત કરનાર પ્રીતિ પિંકી બંને બહેનો માતાજીની પરમ ભક્ત છે અને ગુજરાતની પ્રાચીન સંસ્કૃતિને જીવંત રાખવા શક્ય હોય એટલા ભાતીગળ ગરબા નવા સુરમાં ઢાળી લોકો સમક્ષ રજૂ કરે છે.
બાળકો, યુવાનો અને વડીલો નવલા નોરતાની ભવ્ય ઉજવણી કરી શકે તે માટે મુખ્યમંત્રી એકનાથ શિંદેની મુલાકાત કરી સમય મર્યાદા વધારવા માટે લેખિત વિનંતી પ્રીતિ પિંકીએ કરી છે એવી માહિતી ભવન પારેખે આપી હતી.