મુંબઈ: થોડા દિવસ પહેલા દહિસર પૂર્વના જનકલ્યાણ બિલ્ડિંગમાં ભાડા પર રહેતી રોજીના શેખનો મૃતદેહ મળી આવ્યો હતો.પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ત્યારે પહેલી નજરે લૂંટ માટે હત્યા કરાઈ હોવાનું લાગી રહ્યું હતું. પોલીસે જીણવટભરી તપાસ કરી સ્વપન પરેશ રોઈદાસની કલકત્તાથી ધરપકડ કરી હતી.
ડીસીપી ડો. ડી. સ્વામીએ જણાવ્યું હતું કે બારમા વેઇટ્રેસ તરીકે કામ કરતી રોજીના અને આરોપી સ્વપનના અનૈતીક સંબંધ હતા મૃતક રોજીના આ બાબતે તેની પત્નીને જાણ કરવાની ધમકી આપી પૈસા પડાવતી જેના કારણે સોનાના દાગીના બનાવવાનું કામ કરતા સ્વપને રોજીનાની હત્યા કરી રોકડ રકમ, દાગીના લઇ કલકતા પોતાના ગામ ભાગી ગયો હતો. મૃતકના ઘરનો દરવાજો અંદરથી બંધ હતો જેથી મકાનમાલિકે બીજી ચાવીથી દરવાજો ખોલ્યો ત્યારે પલંગ પર બેભાન હાલતમાં પડેલી રોજિનાને નજીક ની હોસ્પિટલમાં લઇ જવામાં આવી ત્યાં ફરજ પર હાજર ડોકટર તેને મૃત જાહેર કરી. ઘટનાસ્થળેથી મળેલ વોડકાની બોટલના બેચ નંબરના આધારે જાણવા મળ્યું કે દહીસરના રાવલપાડા વિસ્તારની દુકાનમાં થી ખરીદવામાં આવી છે સંબંધિત દુકાનના સીસીટીવી ફૂટેજ પરથી ઓળખ થઇ હતી. એ સાથે બંનેની કોલ ડિટેઇલ તપાસતા તેમના વચ્ચે સંબંધ હોવાનું પુરવાર થયું હતું. દહિસર પોલીસ સ્ટેશનના વરિષ્ઠ અધિકારી મુજાવરના માર્ગદર્શનમાં ઇન્સ્પેક્ટર રોકડે, મરાઠે અને એપીઆઈ ધારગેની ટીમેએ ગણતરીના દિવસોમાં હત્યાનો કેસ ઉકેલ્યો હતો.