Home Local ગુજરાતી મિત્રોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યાં બાળપણના મિત્રોની અંત સમય સુધી અતૂટ રહી...

ગુજરાતી મિત્રોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યાં બાળપણના મિત્રોની અંત સમય સુધી અતૂટ રહી દોસ્તી

855
0


મુંબઈ : બાળપણના સખા જીવ કરતા વધારે વહાલા હોઈ છે. મુંબઈના બોરીવલી પૂર્વ માં કાર્ટર રોડ – ૪ રહેતા સાગર પટેલ (૨૪) અને અનિલ વાઘેલા (૨૮) ને કાંદિવલી પાસે હાઇવે પર આગળ જઈ રહેલા ડમ્પરે અચાનક બ્રેક મારતા મોટરસાયકલ ડમ્પર સાથે અથડાયું હોવાનું લાગી રહયું છે. સમતાનગર પોલીસે અકસ્માત બાદ ફરાર ડ્રાઈવર વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. સાગર માતા અને ભાઈ સાથે રહેતો હતો અને બુધવારથી નવી નોકરી પર જવાનો હતો એ બાબતની વાત પણ મંગળવાર સવારના ઓફિસમાં કરી આવ્યો હતો. અનિલ વાઘેલા પણ સાગરની બાજુમાં રહેતો હતો અને એમ્બ્રોઇડરીના કારખાનામાં કામ કરો હતો. બાળપણના મિત્રો અકસ્માતના થોડા સમય પહેલા વ્હોટ’સ એપ પર પોતાની તસ્વીર મૂકી હતી. અનિલ અને સાગર બંનેના પિતા હયાત નથી અનિલનું પરિવાર એની આવક પર નિર્ભર હતું.
સૂત્રોથી મળેલી માહિતી મુજબ ઘટનાસ્થળ નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરાના આધારે પોલિસે ડમ્પર શોધી કાઢવાના પ્રયત્નો હાથ ધર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here