માનસિક વિકૃત આચાર્ય હાલ પોલીસથી ભાગતો ફરે છે
બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન કરે એનામાં જ સારા સંસ્કારોની ઉણપ
ગુજરાત : સરકાર તરફથી દીકરીઓના ભણતર માટે અનેક જાહેરાત કરવામાં આવે છે અને યોજનાઓ બહાર પાડવામાં આવે છે. ત્યારે ગુજરાતના અમરેલી જિલ્લાના ધારી તાલુકાના હીરાવા ગામમાં પ્રાથમિક શાળાના આઠમા ધોરણમાં ધોરણમાં અભ્યાસ કરતી ૧૩ વર્ષની વિદ્યાર્થિનીની સ્કૂલના આચાર્યએ જ એકાંતનો લાભ લઇ શારીરિક અડપલાં કરવાનો કિસ્સો બહાર આવ્યો છે.
પીડિતાના પિતા સાથે વાત કરતા જાણકારી મળી હતી કે તા. ૨૦ ફેબ્રુઆરીના રોજ વર્ગમાં અભ્યાસ દરમિયાન તરસ લાગતા વિદ્યાર્થીની પાણી પીવા ગયી તે સમયે શાળાનો આચાર્ય દિનેશ સોજીત્રા ત્યાં આવ્યો અને એકાંતનો લાભ લઇ સગીરબાળા ને જબરજસ્તી શારીરિક અડપલાં કર્યા હતા જેનાથી વિદ્યાર્થીની ઘબરાઈ ને ક્લાસમાં દોડી ગઈ અને રીસેશ પડતા ઘરે આવી હતી અને પિતા સાથે અમરેલી ગઈ હતી ત્યાંથી પરત ફરતા સમયે રસ્તામાં આ બનાવની જાણ કરતા તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. હાલમાં આચાર્ય દિનેશ સોજીત્રા ફરાર હોવાનું કહેવાય છે.
બીજેપી મહિલા મોરચાના પ્રમુખ (પટેલકા) રેણુકાબેન ચલાએ સ્વાભિમાન ભારત સાથે ટેલિફોનિક વાતચીતમાં કહ્યું હતું કે આજે દરેક સ્થાન પર દીકરીઓ વધુ માં વધુ અભ્યાસ કરે એ માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે એક નાનકડા ગામમાં વિદ્યાર્થીનીઓ સાથે શાળાનો આચાર્ય આ પ્રકારનું કૃત્ય કરે એ ખરેખર નિંદનીય છે અને આ માટે તેને કડક માં કડક સજા મળવી જોઈએ. પીડિતાને ન્યાય મળે એ માટે સમાજના અગ્રણી સહીત અનેક લોકો આગળ આવ્યા છે.
વાલીઓ ગુરુ સમાન શિક્ષકઓ પાસે પોતાના વહાલસોયા બાળકોના જીવન ઘડતર માટે ભણવા મોકલે છે. ત્યારે દિનેશ સોજીત્રા જેવા વિકૃત માનસિકતા ધરાવતા નરાધમો વાલીઓનો વિશ્વાસ તોડે છે અને સાથે સાથે શિક્ષક જેવા પવિત્ર પદને લાંછન લગાડે છે.
adv. adv.