ગોંડલના સુલતાનપુર ખાતે વસવાટ કરતો પરિવાર અત્યંત ખરાબ પરિસ્થિતિમા જીવન નિર્વાહ કરી રહયો છે

સુલતાનપુરનાં એક પરિવારની હાલત અત્યંત દયનિય ખજૂરભાઈ જેવા અનેક દાતાની પાસે આશા \"\"

ગોંડલના સુલતાનપુર ખાતે વસવાટ કરતો પરિવાર અત્યંત ખરાબ પરિસ્થિતિમા જીવન નિર્વાહ કરી રહયો છે એક સાંધો ત્યાં તેર તૂટે એવીજ હાલત આ પરિવાર ની છે આ પરિવાર ખજૂરભાઈ એટલે કે નીતિનભાઈ જાની જેવા અનેકો દાતા પાસે એક અપેક્ષા રાખી રહયો છે કે તેમનું પણ એક ઘર બને…

ગોંડલ : સુલતાનપુરમા જુના બસ સ્ટેન્ડ પાસે રહેતા જીતેન્દ્રભાઈ પ્રેમજીભાઈ અંકલેશ્વરીયા ઉ. વ.60 રીક્ષા ચલાવીને પોતાના પરિવારનું ભરણ પોષણ કરી રહયા છે, જીતેન્દ્રભાઈ અસ્થિર મગજ નાં બહેન રસીલાબેન છેલ્લા ઘણા વર્ષથી શેરી, ગલી અને સીમમા એક પણ કપડું પહેર્યા વગર ફરી રહ્યા છે, અત્રે એ ઉલ્લેખનીય છેકે હાલ માનસિક અસ્થિર રસીલા બેને એલ.એલ.બી સુધીનો અભ્યાસ કર્યો હતો, પરંતુ હોનારતમાં ઘર તણાઈ જતાં આ પરિવાર ઉપર રહેવાનું મકાન પણ પડી ગયું તેથી તેઓ ઉપર આસમાન ને નીચે ધરતી જેવી હાલત મા છે દુષ્કાળમાં અધિક માસ ની જેમ આર્થિક નબળી પરિસ્થિતિમાં જીતેન્દ્ર ભાઈ ઉપર અંધ વૃદ્ધ માસીની જવાબદારી પણ આવી છે, આ પરિવાર એક ઓરડી મા રહે છે ઘર મા એક નાનો લેમ્પ છે, પીવાના પાણીનું માટલું પણ નથી, પ્લાસ્ટિકના તૂટેલા કેરબા માથી આ પરિવાર પાણી પીવે છે, ફક્ત ઉપર આકાશ ને નીચે ધરતીના સહારે આ પરિવાર જીવન પસાર કરી રહયા છે, આ પરિવારને એક આશા છે કે ખજૂરભાઈ જેવા કોઈ એક દાતા તેમને પણ એક મકાન બનાવી આપે તો તેમને પણ એક આશરો થઇ જાય, તેવી આશા એ આ પરિવાર જીવી રહયો છે, આ જાણ સુલતાનપુર ના સેવાકીય લોકોને થતા સંજયભાઈ ચાવડા, સુભાષ ચાવડા, કિરીટ જોશી, દિપક નિમાવત, કમલેશ રાવરાણી સહિતનાઓએ આ પરિવારની મુલાકાત લઈ ને આ ગરીબ પરિવારથી વાકેફ કરાવવા વિડિઓ બનાવી ખજૂરભાઈ સહિતના દાતાઓ સુધી પહોંચાડવા ની કોશિશ કરી આ પરિવાર ની વહારે આવવા અપીલ કરી છે.

અહેવાલ -કમલેશ રાવરાણી
સુલતાનપુર
મો.9727965511/9879788520

\"\"
જા×ખ