મુંબઈ : આપણા દેશમાં કોઈપણ પ્રકારનું સંકટ આવે ત્યારે જરૂરિયાતમંદો ને મદદ કરવા હજારો લોકો આગળ આવે છે. હાલ કોરોનાને કારણે મહામારી ફેલાઈ છે ત્યારે કોરોનાને નાથવા ઘણા સરકારી વિભાગ મહેનત કરી રહ્યા છે. અને દેશના નાગરિકોની સુરક્ષા માટે લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેને કારણે અનેક પરિવારોને ભૂખ્યા રહેવું પડે એવી પરિસ્થિતિ સર્જાય છે ત્યારે મુંબઈ કાંદિવલીના મહાવીરનગરમાં રહેતા સોની જીજ્ઞેશ ધકાણ અને મિત્રો દ્વારા ગરીબોને સહાય આપવાનું શરુ કર્યુ હતું
જીજ્ઞેશ ધકાણે સ્વાભિમાન ભારત સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે તેમના એક મિત્રના પિતાને કોવિડ-૧૯ પોઝિટિવ આવ્યો જેને કારણે એ મિત્ર સાથે સંપર્કમાં રહેતા સર્વેને ટેન્શન વધી ગયું. અને જમવાનું વિતરણ બંધ કર્યું અને ઘરમાં આઇસોલેટ થયા. બીએમસીના રિપોર્ટ આવવામાં સમય લાગતો હોવાથી સહુ મિત્રોએ ખાનગી લેબમાં કરાવ્યા જેમાં મારો રિપોર્ટ આવ્યો નહતો બાકી બધાના રિપોર્ટ નેગેટિવ આવ્યા એટલે હું આશ્વસ્ત હતો કે મારો પણ નેગેટિવ રિપોર્ટજ આવશે. ૯મી માર્ચના મધ્યરાત્રીના ૨.૩૦ કલાકે બીએમસીના અધિકારી રિપોર્ટ લઈને આવ્યા અને કહ્યું કે તમારે અમારી સાથે આવવાનું છે. ૧૫ મિનિટમાં જે કામની વસ્તુ મને દેખાય એ લઈને હું એમની સાથે એમ્બ્યુલન્સમાં બેસી ગયો. એ લોકો મને કાંદિવલી શતાબ્દીમાં લઇ ગયા. એક રાત ત્યાં રહ્યો પણ પછી મને લાગ્યું કે મારામાં કોરોનાના કોઈ લક્ષણ નથી પણ આટલા બધા પૉઝિટિવ દર્દીઓ વચ્ચે રહેવું ભયજનક છે. મેં બહુ મહેનત અને મગજમારી કરી બીજી હોસ્પિટલમાં દાખલ કરવા કહ્યું ત્યારે બીજે દિવસે મને અંધેરી મરોલની સેવન હિલ્સમાં દાખલ કરવાં માટે મંજૂરી મળી. પહેલો રિપોર્ટ નેગેટિવ આવ્યો ત્યારબાદ બીજો રિપોર્ટ કર્યો અને એ પણ નેગેટિવ આવ્યો એટલે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી પરંતુ ૧૪ દિવસ હું મારા પરિવારને મળીના શક્યો કારણ કે મારી પત્ની અને દીકરાને કાંદિવલી પૂર્વની એક હોટેલમાં કવારન્ટિન કરવામાં આવ્યા હતા.
જીજ્ઞેશ ધકાણે વધુ જણાવ્યું કે જીવનમાં ક્યારેય ના વિસરાય એવા અનુભવ અને અગવડો ભોગવી છે. શતાબ્દી કહો કે સેવન હિલ્સ બધે અવ્યવસ્થા, ગંદગી, ડોક્ટરો અને બીએમસી વચ્ચે કોઈ તાલમેલ નહિ, નેગેટિવે કે પૉઝિટિવ બધા માટે એક બાથરૂમ સહીત અનેક સમસ્યાઓનો સામનો કર્યો છે. સહુથી મોટો માનિસક ત્રાસ થયો હોઈ તો મારા પરિવારને લગભગ ૧૪ દિવસ હોટેલની એક રૂમમાં રહેવું પડ્યું જે બહુ કઠિન હતું. અમારી ભાવના સેવા કરવાની હતી પણ આ તો એવું થયું સેવા કરતા સંકટ આવ્યું.
આ સમયગાળામાં હું ઘરમાં એકલો હતો મારા માતા-પિતા સામે જ રહે છે એમના ઘરેથી જમવાનું આવતું, મને આ વિકટ પરિસ્થિતિમાં સાથ સહયોગ આપનાર મારા મિત્રો, પાડોસી જે સતત મને મારી સાથે ફોનથી સંપર્કમાં રહેતા અને કોઈપણ જરૂરિયાત હોય તો જણાવવા કહેતા. એ સહુનો આભારી છું.
મિત્રો લોક ડાઉન ના ખુલે ત્યાં હું તો ઘરની બહાર નથી જવાનો અને આપ સર્વેને બે હાથ જોડી વિનંતી છે કે મહેરબાની કરી કામ વિના ઘરની બહાર નહિ નીકળતા. કોરોના જીવાણુને કારણે આપણે તો તકલીફ ભોગવીએ પણ આપણા પરિવારને જે માનસિક ત્રાસ વેઠવો પડે છે એ વિચાર માત્રથી કંપારી છૂટે છે.