Home Culture ઘારીની ગુજ્જુ ગર્લ હવે બૉલીવુડ ની સ્ટાર ‘તાપસી પન્નુ” સાથે અભિનય ના...

ઘારીની ગુજ્જુ ગર્લ હવે બૉલીવુડ ની સ્ટાર ‘તાપસી પન્નુ” સાથે અભિનય ના ઓજસ પાથરશે

454
0

ઘારીની ગુજ્જુ ગર્લ હવે બૉલીવુડ ની સ્ટાર ‘તાપસી પન્નુ” સાથે અભિનય ના ઓજસ પાથરશે

જીતેન્દ્ર દવે દ્વારા
ભાવનગર :ગુજરાતના ધારીની મૂળ વતની પ્રિયકા પટેલ ડાયરેક્ટર આકાશ ખુરાના અને આરએસવીપી પ્રોડક્શનની ફિલ્મ રશ્મિ રોકેટ નું શુટીંગ હાલ ગુજરાતના ભુજ માં શૂટિંગ ચાલે છે જેમાં તાપસી પન્નુ, સુપ્રિયા પાઠક ચિરાગ વોરા જેવા જાજરમાન કલાકારો વચ્ચે પોતાના અભિનયના ઓજસ પાથરશે
પ્રિયકા પટેલ નામ નવું પરંતુ જાણીતું છે. પ્રિયકા પટેલનો ચહેરો આબેહૂબ હિન્દી મુવીની રાધિકા આપ્ટેને મળતો આવે છે. “રોકેટ રશ્મિ “માં. જાજરમાન દેખાતી પ્રિયંકાના માતા-પિતાશિક્ષક છે. જ્યારે સ્વયં સોફ્ટવેર એન્જીનયર છે. હાલ જામનગરમાં પોતાનો વ્યવસાય ધરાવે છે પરંતુ અભિનય તેનું ઝનૂન અને શોખ છે. પોતાની કારકિર્દી દરમિયાન ઘણી એડ ફિલ્મ તેમજ ત્રણ શોર્ટ ફિલ્મ તેમની એક શોર્ટ ફિલ્મ ઓખામંડળ ગુજરાતના જાણીતા રાહુલ ભોલે સાથે કરી ચુકી છે.
હાલમાં પ્રિયકા ચદ્રેશ ભટ્ટ નિમિત્ત ગૌરવ પાસવાન ઈશા કંસારા દીક્ષા જોશી સાથે એક ફિલ્મ કરી રહી છે. પંકજ ત્રીપાઠી, રાજકુમાર રાવ, વિદ્યાબાલન તેમના ફેવરીટ સ્ટાર છે ટૂંક સમયમાં હિન્દી પિકચર પણ કરવાની છે.
સોંરાષ્ટ્ર ના નાના ગામ ધારી માંથી આવી ધીમી ગતિએ પોતાની કારકિર્દી આગળ વધારી રહેલ પ્રિયંકા અભિનય જોરે જ આગળ આવવા માંગે છે. આ ક્ષેત્રમાં તેને ઘણા કડવા અનુભવ પણ થયા છે પરન્તુ તે પોતાની આવડતના જોરે જ આ ક્ષેત્રમાં રહેવા માંગે છે. પોતે છે તેનું તેને તો ગર્વ છે પણ બધા સોંરાષ્ટ્ર વાસીને પણ ગર્વ છે
પ્રિયંકા અભિનીત વીરલ રાચ નું નાટક “અંતિમ અપરાધ”ના 200 શો થયેલ છે ચિત્રલેખા તરફથી તેમને નવ જેટલા એવોર્ડ પણ મળ્યા છે. જોગાનુજોગ પ્રિયકા નું ગુજરાતી મુવીને હિન્દી મુવીનું ડેબ્યુ જાન્યુઆરી માં જ થયું તે પણ એક સંજોગ જ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here