_◆ મિશન ચંદ્રયાન 3 તા.14મી જુલાઈ 2023ના બપોરના 14.35 વાગે લોન્ચ કરવા કરવા આવેલું, એનો ટાર્ગેટ પણ ફિક્સ હતો. પૃથ્વીથી 3,60,000 કિલોમીટર દૂર 40માં દિવસે 23મી ઓગસ્ટ 2023ના ચંદ્રની સપાટી પર ઉતરવું…
આપણું ચંદ્રયાન મસ્તીથી કુર્મ ગતિએ (કાચબાની માફક) ચંદ્ર તરફ આગળ વધી રહેલું…ત્યારે કોઈએ વિચાર પણ કર્યો ન હતો કે આની સાથે હરિફાઈ કરવા માટે કોઈ લુના 25 નામનું સસલું અચાનક લગભગ 50 વર્ષે કુંભકર્ણની ઊંઘમાંથી જાગી જશે?? થયું પણ એવુંજ, રશિયા એ પોતાનું લુના 25 ચંદ્રની સપાટી પર મોકલવાનું નક્કી કર્યું…અને એ પણ આપણાં ચંદ્રયાન-3 કરતા પહેલા અને એની પડોશમાં સાઉથ પોલમાં! (દક્ષિણ ધ્રુવમાં) બસ “સસ્સા રાણાએ,” તૈયારી કરીને તા 12મી ઓગસ્ટના રોજ ચંદ્રને પામવા માટે સીધું ચઢાણ કરવા માટે હરણફાળ ભરી!!!
◆ સસ્સા રાણાએ તો નક્કી કરેલું, કોઈપણ સંજોગોમાં _આપણાં “ચંદ્રયાન 3” કરતા બે દિવસ પહેલા તા (21/08/2023 ના દિવસે) ચન્દ્રાસન મેળવું_ (કદાચ એ સંગીત ખુરશી રમી રહેલુ) અને પોતાની સર્વોપરિતા જાહેર કરવી… કૈક અંશે એમાં સફળ પણ થયું…પાછળથી આવેલા સસ્સા રાણાએ આગળ જવા માટે મોટી છલાંગ લગાવી…
_◆ આપણું ચંદ્રયાન-3 ભારતીય વિજ્ઞાનના નિયમોને આધીન ધીમાં શ્વાસે પ્રાણાયામ કરીને આગળ વધી રહેલું જ્યારે લુના 25 પાશ્ચાત્ય રંગે રંગાયેલું હોવાથી વધારે ચપળતા બતાવવા મોટા મોટા ઠેકડા મારવા લાગ્યું, પરિણામે કોઈ અંધારા ખૂણામાં ભટકાઈને ક્રેશ લેન્ડિંગ થયું..એમાં આ ‘સસ્સો રાણો’ ક્યાંક ખોવાય ગયો!
_◆ લુના 25નું મિશન નિષ્ફળ ગયુ એનું દુઃખ આપણાં ચંદ્રયાન-3 ને પણ છે… કારણ કે અત્યાર સુધી અંતરિક્ષની હરીફાઈ એટલે “વિકસિત અને વિકાસશીલ” દેશોની સ્પર્ધા! ફક્ત ‘નાસા’ સાથે હતી!!
“આજે પહેલી વાર ઈસરો સાથે રશિયા જેવા શક્તિશાળી દેશની અંતરિક્ષ અજેન્સી “રોસકોસમોસ” સ્પર્ધા કરવા આગળ આવી ત્યારે એનું આ રીતે ક્રેશ લેન્ડિંગ થવું દુઃખદ કહેવાય”
_◆ આજે અંતરિક્ષની દુનિયાના કોઈપણ દેશ સાથે આપણો દેશ હરીફાઈ કરી શકે એમ છે. એથીજ એક સ્પર્ધકનું આમ અંતરિક્ષમાં ભટકાઈ જવું દુઃખદ કહેવાય…જો તમારી સામે કોઈ સ્પર્ધક ન હોય તો તમને તમારી કમજોરી કેવી રીતે ખબર પડશે.?
“કદાચ એથીજ અમારા પૂર્વજો કહે છે “ધીરજના ફળ મીઠા”
આપણે આશા રાખીએ કે “મિશન આદિત્ય” (પૃથ્વીથી 10 લાખ Km. દૂર જઈને સૂર્યની ઉર્જાનું આંકલન કરનાર મિશન) વખતે કોઈ સ્પર્ધક જરૂર હશે…
_◆ “ચાલો ત્યારે ‘આપણું પ્રજ્ઞાન રોવર’ કોઈ સંદેશ મોકલાવી રહ્યું છે” મળીયે ત્યારે મિશન “આદિત્ય” શરૂ થાય ત્યારે..
“જય હિંદ… જય વિજ્ઞાન, જય પ્રજ્ઞાન… જય અનુસંધાન”
C.D. SOLANKI
MOB. 8108641599