ચાચાપર ગામની સીમમાંથી દેશી બનાવટની મેગ્જીનવાળી ૧-પીસ્તોલ રૂ. ૧૦૦૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડતી મોરબી એલ.સી.બી

ચાચાપર ગામની સીમમાંથી દેશી બનાવટની મેગ્જીનવાળી ૧- પીસ્તોલ રૂ. ૧૦૦૦૦ ના મુદ્દામાલ સાથે ખુન તથા ઈંગ્લીશ દારૂના ગુનામાં અટક કરાવનાર રીઢા ગુનેગાર ને પકડી પાડતી મોરબી એલ.સી.બી.

કિરીટ સુરેજા
મોરબી :
પોલીસ અધિક્ષક મોરબી સુબોધ ઓડેદરાની સુચના મુજબ જિલ્લામાં શરીર સબંધીત ગુન્હાઓ આચરનાર તેમજ ગેરકાયદેસર હથીયાર રાખનારને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા જે.એમ.આલ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીને જરૂરી માર્ગદર્શન અને સૂચના આપતા આજરોજ
એલ.સી.બી. મોરબીના પો.સબ.ઇન્સ. એન.બી.ડાભી તથા પોલીસ સ્ટાફના માણસો આ કામગીરી કરવા પ્રયત્નસીલ હતા તે દરમ્યાન આજરોજ પો.હેડ કોન્સ. ચંદુ કાણોતરા તથા પો.કોન્સ. ભરત જીલરીયાને સયુંકત ખાનગી બાતમી રાહે હકિકત મળેલ કે, જામનગર જીલ્લાના જોડીયા પોલીસ સ્ટેશનના ગુનામાં પકવાનો બાકી આરોપી અસગર હુશેનભાઇ વાઘેર હાલે ચાચાપર ગામની સીમ નદી કાંઠે, પાણીના ટાંકાની પાસે ખુલી જગ્યામાં રહે છે અને મજકૂર પાસે ગેકા.રીતે હથિયાર રાખે છે તેવી ચોકકસ હકિકત મળેલ હોય જે હકિકત આધારે ચાચાપર ગામની સીમમાં ડેમી નદી કાઠે આવેલ પાણીના ટાંકા પાસે ખુલી જગ્યા માંથી એક ઇસમને પકડી પાડી તેની પુછપરછ કરતા તેને જમીનમાં દાટેલ એક દેશી બનાવટની લોખંડની મેગેજીનવાળી પીસ્તોલ નંગ-૦૧ કિ.રૂ.૧૦,૦૦૦/- ના મુદામાલ સાથે મળી આવતા ખુનલુંટચોરી,મારામારી, તથા પ્રોહીબીશનના ગુનાઓ આચરનાર રીઢા આરોપીને પકડી પાડી તેની વિરૂધ્ધ મોરબી તાલુ કા પોલીસ સ્ટેશન ખાતે આર્મસ એકટ તળે ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
પકડાયેલ આરોપીના નામ :- અસગર હુશેન કમોરા/ મુ.માન વાઘેર ઉ.વ. ૨૩ રહે. બાલં ભા તા. જોડીયા જી.જામનગર પકડાયેલ આરોપીનો ગુનાહીત ઇતિહાસ :- (૧) જામનગર સીટી એ ડિવી પો.સ્ટે. લુંટ, જોડીયા પો.સ્ટે.ના મારામારી, પ્રોહીબીશન,
૨) મોરબી માળીયા.મિ. ખાતે પવનચકિકના કેબલ વાયરચોરી, કચ્છ અંજાર પો.સ્ટે. ખાતે લું ટના સામખીયારી પો.સ્ટે. પ્રોહી. તથા આદીપુ ર ખાતે કોપર પ્લેટની, રાજસ્થાન બાડમેર પો.સ્ટે. ખાતે અવૈધ શરાબની તસ્કરીના ગુ નામાં સંડોવાયેલ છે. અટક કરવાના બાકી ગુનાની વિગત_:- (૧) જામનગર જોડીયા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૦૨૨૬/૨૧ ઇ.પી.કો.કલમ ૩૦૨,૩ ૨૬,૪૨૭, તથા આર્મ એકટ ર૫(૧-બી)એ,૨૯ વિ. (૨) જામનગર સીટી બી ડિવી. પો.સ્ટે. સી પાર્ટ ગુ.ર.નં.૧૧૬/૨૦૨૧ પ્રોહી કલમ ૬૫એ.ઇ.૧૧૬બી. વિ. કબ્જે કરેલ મુદ્દામાલની વિગત :-
એક દેશી બનાવટ લોખંડની મેઝ્જીન વાળી પીસ્તોલ નંગ-૦૧ કિ.રૂ.૧૦,૦૦૦/-
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓઃ- જે.એમ.આલ ઇ.ચા.પોલીસ ઇન્સ્પેક્ટર, એન.બી.ડાભી પો.સબ.ઇન્સ.એલ.સી.બી. મોરબી તથા ASI રસીકભાઇ ચાવડા, HC ચંદુભાઇ કાણોતરા, જયવં તસિંહ ગોહીલ, પૃથ્વીસિંહ જાડેજા ,ચંન્દ્રકાંત વામજા દિલીપ ચૌધરી PC દશરથસિંહ પરમાર, ભગીરથસિંહ ઝાલા, ભરત જીલરીયા, વિક્રમ કુગસીયા, નિરવભાઇ મકવાણા સતીષ કાંજીયા વિગેરેનાઓ દ્વારા કરેલ છે.