Home Local ચિત્રપટ અને રંગભૂમિના ભીષ્મ ડો.શ્રીરામ લાગુ

ચિત્રપટ અને રંગભૂમિના ભીષ્મ ડો.શ્રીરામ લાગુ

1270
0
ડો.શ્રીરામ લાગુ

ડો.શ્રીરામ લાગુ (જન્મ : ૧૯૨૭- દેહવિલય ૨૦૧૯) ૯૨ વર્ષ નટસમ્રાટ ની સાચી વ્યાખ્યા જન્મજાત કલાકાર, સૌમ્ય, શાંત તેમજ સાચો અભિનય કરનારા આ મરાઠી/હિન્દી ચિત્રપટના ભીષ્મ પિતામહને સ્વાભિમાન ભારત વર્તમાનપત્ર શબ્દો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પિત કરે છે.
એક ચિંતનશીલ, લોકપ્રિય અભિનેતાની વિદાય હિન્દી અને મરાઠી ભાષાના સિનેમા પ્રેમીઓ માટે સૌથી મોટી ખોટ છે. ડો. શ્રી રામ લાગુએ નટ શબ્દને ખરા અર્થમાં લોકોં સુધી યોગ્ય સંદેશ પહોંચાડી પોતાના જાનદાર અભિનયથી અલંકૃત કર્યો છે. તેઓ પોતે એક એક્ટિંગ સ્કૂલ અભિનયની યુનિવર્સીટી હતા. તેમણે વાંચન-અભ્યાસ અને પ્રવાસ દ્વારા ચિત્રપટ જગતને સમૃદ્ધ કર્યું . ગણપતરાવ બેલવલકરની જે ભૂમિકા કરી તે તેમની ખુબજ ગમતી ભૂમિકા હતી. ૧૯૭૩માં ફિલ્મ પિંજરા ને ખુબજ પ્રસિદ્ધિ મળી ત્યારબાદ સિહાંસન જેમાં તેઓ મુખ્યમંત્રીની ભૂમિકામાં હતા જેમાં તેમણે મુખ્યમંત્રી કેવા હોવા જોઈએ એનું ઉત્તમ ઉદાહરણ સમાજને પૂરું પાડ્યું. દર્શકોની અભિરુચિને ધ્યાનમાં લઇ ભૂમિકા સ્વીકારનાર ડો. શ્રીરામ લાગુ જેવા કલાકાર ભાગ્યેજ મળશે. તેમણે કોઈની નકલ નથી કરી. તેઓ શૂટિંગ પર જતા પહેલા ભૂમિકાને આત્મસાત કરતા જાણે અભિનયને જાનદાર અને પ્રભાવી બનાવવા માટે તેમનો જન્મ થયો હોઈ. તેમણે માસ્તરની ભૂમિકા પણ અદભુત રીતે ભજવી હતી.
ડો. શ્રીરામ લાગુને હિન્દી/મરાઠી ફિલ્મો અને નાટકોએ અમર કરી દીધા છે. અનેક નાટ્ય કલાકારોએ એમના અભિનયમાંથી પ્રેરણા લીધી છે. મિત્ર નામના નાટકમાં પાત્રમાં એકરૂપ થઇ ગયા હતા એ પછી નટસમ્રાટ તરીકે જાણીતા થયા.
મુંબઈની રંગાયાં સંસ્થામાં તેમના નાટકો ખુબજ ભજવાતા. એક બુદ્ધિમાન, શિસ્તપ્રિય નટ (કલાકાર) આપણે ખોઈ બેઠા.
ડો. શ્રીરામ લાગુએ અભિનય કરેલ સફળ હિન્દી ફિલ્મોમાં કિનારા, ખુદ્દાર, ગાંધી, ઇન્સાફ કા તરાજુ, સહીત અનેક ફિલ્મોનો સમાવેશ થાય છે.
ડો. શ્રીરામ લાગુના અવસાનથી ફિલ્મી જગતને કદીયે ના પુરાય એવી ખોટ પડી છે.
સંકલન : અજિત શાહ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here