Home Culture છેલ્લા દસ વર્ષથી ગંગાજળીયા પોલીસ સ્ટેશનના છેતરપીંડીના ગુન્હામાં નાસ્તો ફરતો લીસ્ટેડ આરોપીને...

છેલ્લા દસ વર્ષથી ગંગાજળીયા પોલીસ સ્ટેશનના છેતરપીંડીના ગુન્હામાં નાસ્તો ફરતો લીસ્ટેડ આરોપીને નાગપુર મહારાષ્ટ્રથી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

1163
0

છેલ્લા દસ વર્ષથી ગંગાજળીયા પોલીસ સ્ટેશનના છેતરપીંડીના ગુન્હામાં નાસ્તો ફરતો લીસ્ટેડ આરોપીને નાગપુર મહારાષ્ટ્રથી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

જીતેન્દ્ર દવે દ્વારા
ભાવનગર :
રેન્જ ભાવનગરના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ વી.વી. ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી. બી. સ્ટાફનાં માણસોને નાસતા ફરતા લીસ્ટેડ આરોપીઓ પકડી પાડવા માટે સુચના આપેલ.જે સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસોને સંયુકત રાહે હકીકત મળેલ કે ભાવનગર સીટી ગંગાજળીયા પો.સ્ટે. એમ.કેસ નંબર ૦૩/૨૦૧૧ આઇ.પી.સી કલમ ૪૦૬,૪૨૦ મુજબના ગુનહાના કામે નાસ્તા ફરતા આરોપી કીરણ લાભુભાઇ ઠક્કર મુળ રહે.ભગાતળાવ ના નાકે ભાવનગર હાલ રહે.-વિશ્વકર્માનગર,શેરી નંબર ૧૪ મકાન નંબર ૨૦ નાગપુર મહારાષ્ટ્ર હોવાની હકીકત મળતા જે હકીકત આધારે ટીમ સાથે ઉપરોકત હકીકતવાળી જગ્યાએ જઇ તપાસ કરતા મજકુર હાજર મળી આવતા આ કામના આરોપી કીરણ લાભુલાલ ઠકકર/લોહાણા ઉ.વ. ૫૭ ધંધો-છુટક કરીયાણના વેપારી રહે.વિશ્વકર્મા નગર,શેરી નંબર ૧૪ મકાન નંબર ૨૦ નાગપુર મહારાષ્ટ્રવાળો ઉપરોકત ગુન્હાના કામે પોતાને પકડવાના બાકી હોય તેમ જણાવતા તેને અત્રે લાવી હાલમાં કોવિડ-૧૯ની મહામારીના કારણે મજકુરને પોલીસ હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે ગંગાજળીયા પો.સ્ટે. સોપી આપેલ છે
આ સમગ્ર કામગીરીમાં એલ.સી. બી.નાં પોલીસ ઇન્સ.વી.વી. ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી. જાડેજા ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ સાગર જોગદિયા તથા મહેન્દ્ર ચૈાહાણ તથા ઘનશ્યામ ગોહિલ તથા ભૈપાલ ચુડાસમા તથા પો.કોન્સ સંજય ચુડાસમા તથા પો.કોન્સ જયદીપસિંહ ગોહીલ તથા ડ્રા. હેડ કોન્સ પદુભા ગોહીલ તથા ડ્રા.પો.કોન્સ હારીતસિંહ ગોહીલ સહીત સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here