જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં કુલ-૦૫ ઇસમોને રોકડ રૂ.૨૨,૫૯૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં કુલ-૦૫ ઇસમોને રોકડ રૂ.૨૨,૫૯૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ભાવનગર

અનિલ ગોહિલ દ્વારા
ભાવનગર : રેન્જ, ભાવનગરના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌડ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.વી.વી.ઓડેદરા, પો.સબ.ઇન્સ.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફને હાલમાં ચાલતી પ્રોહી જુગારની ડ્રાઈવ સંદર્ભે શહેર/ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીંગ કરી દારૂ/જુગારને લગતાં વધુમાં વધુ કેસો કરવા સુચનાઓ આપેલ હતી.
ગઇકાલ રાત્રીનાં એલ..સી.બી. સ્ટાફ ભાવનગરનાં શિહોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉપરોકત સુચના અનુસંધાને પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન શિહોર,એસ.ટી.બસ સ્ટેન્ડ પાસે આવતા પો.કોન્સ. બિજલ કરમટીયાને બાતમીરાહે હકિકત મળેલ કે વિરજી જાદવ મકવાણા રહે.વળાવડ,સતનારાયણ સોસાયટી તા.શિહોરવાળાના ઘરની પાસે શેરીમા સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમા ખુલ્લી જગ્યામા અમુક ઇસમો પૈસા પાના વતી હારજીતનો જુગાર રમે છે. આ ચોક્કસ બાતમી આધારે સ્ટાફનાં માણસોએ બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં જાહેરમા સ્ટ્રીટ લાઇટનાં અંજવાળે પૈસા-પાના વતી તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા નીચે મુજબનાં માણસો ગંજીપતાનાં પાના તથા રોકડ રૂ.,૨૨,૫૯૦૦/-નાં મુદ્દામાલ સાથે મળી આવેલ.(૧) ભરત લક્ષ્મણ ડાભી ઉ.વ.૩૯ રહે.પ્રગટનાથ નો ઢાળ, શિહોર જી.ભાવનગર
(૨) મુકેશ મથુર પરમાર ઉ.વ.૩૭ રહે.ખાંભા ગામ તા. શિહોર
(૩) બળવંત ગોવિંદ રૂદાતલા ઉ.વ.૩૮ રહે. વળાવડ, સતનારાયણ સોસાયટી તા.શિહોર
(૪) ગોપાલ જીગર પરમાર ઉે.વ.૧૯ રહે.વળાવડ,સતનારાયણ સોસાયટી તા.શિહોર.
(૫) ભાવિન હિંમત ખત્રી ઉ.વ.૩૬ રહે.વળાવડ,સતનારાયણ સોસાયટી તા શિહોર.
આ સમગ્ર કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.વી.વી.ઓડેદરા તથા એન.જી. જાડેજાની સુચના અને માર્ગદર્શન અનુસાર H.C. અનિરુદ્ધસિંહ ગોહિલ, જીતેન્દ્સિંહ ઝાલા, જયદાન લાંગાવદરા તથા PC. બિજલ કરમટીયા, શકિતસિંહ સરવૈયા જાગૃતિબેન કુંચાલા સહીત સ્ટાફે સફળતાપૂર્વક પાર પડી હતી.

\"\"
\"\"
advertise