Home Local જીતુ સોની મામલે સમાજ અને પત્રકારોનો મધ્ય પ્રદેશ સરકાર સામે વિરોધ પ્રદર્શન

જીતુ સોની મામલે સમાજ અને પત્રકારોનો મધ્ય પ્રદેશ સરકાર સામે વિરોધ પ્રદર્શન

983
0
જીતુ સોની

મુંબઈ : ઇન્દોર લોકસ્વામી સમાચારપત્રના સંપાદક અને પત્રકાર જીતુ સોની પર હાલમાં મધ્ય પ્રદેશ સરકારના માર્ગદર્શનમાં અલગ અલગ વિભાગે કાર્યવાહી કરી અનેક ગુન્હા દાખલ કરવામાં આવ્યા છે તે સાથે લોકસ્વામી પેપર પર પ્રતિબંધ લગાડ્યો છે. જેના વિરોધમાં અનેક સામાજિક સંગઠન અને પત્રકારોએ પ્રદર્શન કર્યું છે. આ વિરોધમાં પરજીયા સોની સમાજ પણ જોડાયો છે અને અનેક જગ્યા પર કાલી પટ્ટી બાંધી બેનરો લઇ મધ્ય પ્રદેશ સરકાર વિરુદ્ધ નારાબાજી કરી પ્રદર્શન કરવામાં આવ્યું છે. સુરતના સોની સમાજના પ્રમુખ રાકેશ સાગરે કહ્યું હતું કે કાયદાકીય રીતે તપાસ થઇ એમાં કોઈ તકલીફ નથી. પરંતુ સમાચાર માધ્યમોથી મળતી માહિતી મુજબ જીતુ સોનીના વ્યવસાયિક સ્થાનો પર અને રહેઠાણ પર તોડક કાર્યવાહી કરવામાં આવી અને તેમાં તેમના પરિવારને પારાવાર માનસિક ત્રાસ સહન કરવો પડ્યો છે સાથે જ લોકશાહીનો ચોથો સ્થંભ ગણાતા પત્રકારિત્વ પર તરાપ મારવાના પગલાંરૂપે લોકસ્વામી સમાચારપત્ર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
પરજીયા સોની સમાજ સોશ્યલ મીડિયા પર પણ વિરોધ દર્શાવી રહ્યો છે. આવનારા સમયમાં જરૂર પડશે તો સમગ્ર સમાજ એક સ્થળે એકત્ર થઇ સરકાર સામે રજૂઆત કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here