જૂનાગઢનાં નિવૃત શિક્ષક દ્વારા પર્યાવરણદિનની અનોખી ઉજવણી આંગણાંમાં ઉછેરેલ બિલ્વવૃક્ષનાં ફળ અને બીજ પોતાના ખર્ચે લાભાર્થિને મોકલી વૃક્ષ વાવેતર માટે કરે છે પ્રોત્સાહિત

જૂનાગઢનાં નિવૃત શિક્ષક દ્વારા પર્યાવરણદિનની અનોખી ઉજવણી

\"\"આંગણાંમાં ઉછેરેલ બિલ્વવૃક્ષનાં ફળ અને બીજ પોતાના ખર્ચે લાભાર્થિને મોકલી વૃક્ષ વાવેતર માટે કરે છે પ્રોત્સાહિત

સંકલન- ચીરાગ પટેલ
જૂનાગઢ તા.૫ : જનમાનસમાં પર્યાવરણ પ્રશ્ને જાગૃતતા વધે – લોકો પર્યાવરણ સુરક્ષાના કાર્યમાં સહભાગી બને તે હેતુથી તા. ૫મી જૂન \”\”વિશ્વ પર્યાવરણ દિન\’\’ તરીકે ઉજવાય છે. પ્રકૃતિના મહત્વને સ્વીકારતાં – વન્ય જીવજંતુઓના શિકાર પર અંકુશ અને રક્ષણના નિયમો આજેય તેના શિલાલેખોમાં જોવા મળે છે. જનમાનસમાં પર્યાવરણ પ્રશ્ને જાગૃતતા વધે – લોકો પર્યાવરણ સુરક્ષા કાર્યમાં સહભાગી બને તે હેતુથી પ્રતિવર્ષ તા. ૫મી જૂને \”\”વિશ્વ પર્યાવરણ દિન\’\’ની ઊજવણી કરવામાં આવે છે. લક્ષ્યાંકો નિયત કરવામાં આવે છે, વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. ત્યારે જૂનાગઢની માનસભારતી વિદ્યાલયમાં આચાર્યનાં પદ પરથી નિવૃત થયેલ ડો. ત્રિલોકભાઇ ગોહીલે પ્રકૃતિ સંવર્ધન અને પર્યાવરણ જાગૃતિ માટે નવો રાહ ચિંધ્યો છે.
ડો. ત્રિલોક ગોહીલે પોતાનાં આંગણામાં બિલ્વવૃક્ષનું વાવેતર કરી તેનો ઉછેર કરી મોટુ વૃક્ષ તૈયાર કર્યુ, આમતો આંગણામાં વૃક્ષ એ તો ઘરની શોભા હોય છે પણ આજે પર્યાવરણ દિવસે ડો. ત્રિલોક ગોહીલને એટલા માટે યાદ કર્યા કે તેઓએ તેમનાં આ;ગણામાં ઉછેરેલ બીલ્વવૃક્ષનાં તૈયાર થતા ફળો એટલે કે બીલા સોશ્યલ મીડીયા મારફત જણાવ્યુ કે જે લોકોને ઐષધીય ગુણોસભર બિલ્વફળ જોઇએ તે અથવા જે લોકો બિલીનાં વૃક્ષને ઉછેરવા માંગતા હોય તેમણે તેમને વોટ્સએપ પર નામ સરનામુ મોકલી આપે તો તેઓ પોતાનાં ખર્ચે બિલા અથવા વાવેતર ઈચ્છુક વ્યક્તિને બીજ કુરીયર/આંગડીયા મારફત પોતાનાં ખર્ચે મોકલી આપશે. અને બન્યુ એવુ કે ડો. ગોહીલની અરજને ઘણાં પ્રકૃતિપ્રમીઓએ આવકારી અને બીલાનાં વૃક્ષો ઉછેરવા બીજની માંગ પણ મુકી હતી. તો કેટલાક લોકોએ ઐાષધિય આવશ્યકતાને ધ્યાને લઇને બીલાનાં ફળપણ મ;ગાવ્યા હતા. આ સૈાને ડો. ત્રિલોકભાઇ ગોહીલે પોતાના ખર્ચે પેકીંગ કરી કુરીયર મારફત બી્લવબીજ અને બીલ્વફળ મોકલી આપ્યા હતા.
ડો. ત્રિલોક ગોહીલે જણાવ્યુ હતુ કે પ્રકૃતિના મહત્વને સ્વીકારતાં – વન્ય જીવજંતુઓના શિકાર પર અંકુશ અને તેના રક્ષણ માટેના નિયમો પણ એના સમયમાં બન્યા. જે આજે શિલાલેખમાં જોવા મળે છે.ત્યારે મેં મારી જાતને જોડી અને મારા પરિવારને પણ પર્યાવરણ જતન માટે તૈયાર કરર્યો છે. માનવીની જીવન વ્યવસ્થામાં સુધાર આવે સાથે પર્યાવરણના સામેના ખતરાઓમાં ધટાડો થાય. પર્યાવરણ જાળવણીથી જ ભરપૂર વરસાદ, વનરાજીની લીલીછમ ચાદર, શુદ્ધ હવા, પ્રલયકારી પૂરનું નિયંત્રણ, ભૂગર્ભ જળ-તળની યોગ્ય સપાટીની જાળવણી, પશુધનને યોગ્ય માત્રામાં ધાસચારો, વનિલ ઉઘોગોને પૂરતો લાકડાનો જથ્થો, રોજગારીની ઉપલબ્ધિ, પ્રાકૃતિક તત્વોની જાળવણી કરી શકાય. આપણા પર્યાવરણમાં થતાં હવા, જળ, જમીન અને અવાજનું પ્રદૂષણ રોકવું અને આવા પ્રદૂષણો દ્વારા પર્યાવરણને નુકશાન થતું અટકે એ જ અમારો ઉદેશ્ય છે. જે વ્યક્તિના ઘરમાં બીલીનું વૃક્ષ લાગેલું હોય છે તેને ત્યાં સાક્ષાત લક્ષ્મીનો વાસ હોય છે. બીલીના પાન શિવજીની પૂજા માટે ચોમાસાના પવિત્ર શ્રાવણ માસમાં અને \’મહાશિવરાત્રી\’ વખતે તેમજ બારેમાસ દર સોમવારે ઉપયોગમાં લેવાતા હોય, પાનનો ઉપયોગ વિશેષ મહત્વ ધરાવે છે, બીલા (ફળ) નું આયુર્વેદની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ છે. પાકા ફળનો માવો અતિસાર અને મરડાની અકસીર દવા છે. પાકેલા બીલાનો ગર્ભ–માવો ખાઈ શકાય છે બીલાના પાકા ગર્ભમાંથી માર્મલેડ, શરબત, સીરપ, નેકટર, ટોફી વગેરે બનાવી શકાય છે. આજે વિશ્વ પર્યાવરણ દિવસે હું એટલુ અવશ્ય કહીશ કે પ્રત્યેક ઘરનાં આંગણે ગમતા વૃક્ષનું વાવેતર કરી નગરને હરીયાળુ બનાવીએ. જે લોકોને બીલીનાં બીજનું વાવેતર કરવુ હોય તેઓ મારો સંપર્ક રશે તો હું બી જ ઉપબ્ધ હશે ત્યાં સુધી નીઃશુલ્ક મારા ખર્ચે તેમને પહોંચતા કરીશ આવો આપણે વૃક્ષમાં પરમેશ્વરને નીરખી વૃક્ષનું વાવેતર કરી તેનું સંવર્ધન કરીએ.

\"\"