ડાયરો કલાકાર દેવાયત ખવડ અને તેના સાથીદારે મારા પર જીવલેણ હુમલો કર્યો : મયુરસિંહ રાણા

\"\" પાછળથી ઘા તો માયગાંગલા કરે બોલનાર દેવાયત ખવડે ભર બપોરે એક યુવાન પર હુમલો કરી ગંભીર રૂપે ઘાયલ કર્યો.

\"\" સ્વાભિમાન ભારત : રાજકોટમાં ગુન્હાખોરી વધી રહી છે. રોજબરોજ કોઈને કોઈ વિસ્તારમાં મારામારી જેવી ઘટના પ્રકાશમાં આવી રહી છે. ત્યારે ડાયરો કલાકાર દેવાયત ખવડ વિવાદમાં આવી ગયો છે. રાજકોટના સર્વેશ્વર ચોકમાં મયુરસિંહ અશોકસિંહ રાણા (ઉ.વ.30, રહે.કાલાવડ રોડ, વિષ્ણુવિહાર સોસાયટી) યુવાન પર હુમલો કરીને તેના પગ ભાંગી નાખતાં સનસનાટી મચી જવા પામી છે. દેવાયત અને મયુરસિંહ વચ્ચે જૂનો ડખો હોવાની ચર્ચાએ પણ જોર પકડી લીધું છે. થોડા સમય પહેલાં જ આ બન્ને વચ્ચે એટલી ઉગ્ર માથાકૂટ થઈ હતી હતી કે એકબીજાને સોશ્યલ મીડિયા મારફતે ગાળાગાળી પણ કરવામાં આવી હતી.
ઘાયલ થયેલા યુવાન મયુરસિંહ અશોકસિંહ રાણાએ જણાવ્યું હતું કે બપોરના સમયે તે જ્યારે સર્વેશ્વર ચોકમાં હતો ત્યારે સફેદ કલરની કાળા કાચવાળી સ્વિફ્ટ કારમાં દેવાયત ખવડ અને તેની સાથે એક અજાણ્યો શખ્સ ધોકો લઈને ધસી આવ્યા અને હું કશું સમજુ તે પહેલાં જ મારા પર તૂટી પડ્યા હતા. સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે મયુરસિંહના બન્ને પગ ભાંગી ગયા હોવાથી તેને એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના અંગેની જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલે દોડી ગયો હતો.
મયુર સિંહ ના સમર્થકો પણ હોસ્પિટલમાં જમા થવા લાગ્યા હોવાથી સ્થિતિ બગડે તેવી શક્યતા જણાતાં વધુ સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આગળની તપાસ શરૂ કરી આરોપીઓની ધરપકડ કરવા માટે તજવીજ શરૂ કરી હોવાનું જાણવા મળે છે.