ડિઝિટલ ગુજરાત ની વાતો વચ્ચે કાગળોનો અભાવ, પગાર ના ધાંધીયા કલ્યાણપુર તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા એટિવીટી કેંદ્ર ફરી ચાલુ કરવા આવેદનપત્ર આપી ઉગ્ર રજુઆત કરાઈ

‘’ ડિઝિટલ ગુજરાત ની વાતો વચ્ચે કાગળોનો અભાવ, પગાર ના ધાંધીયા ‘’ કલ્યાણપુર તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા એટિવીટી કેંદ્ર ફરી ચાલુ કરવા આવેદનપત્ર આપી ઉગ્ર રજુઆત કરાઈ

વિજય સોનગરા દ્વારા
દેવભૂમી દ્વારકા :
કલ્યાણપુર તાલુકામાં મામલતદાર કચેરીમાં છેલ્લા ઘણા દિવસોથી ઓપરેટરોનો પગાર એજન્સી દ્વારા ન ચુકવતા તેમજ જનસેવા કેંદ્રમાં એજન્સી દ્વારા કચેરીમાં સ્ટેશનરી પૂરી ન પાડતાં ઓપરેટરો દ્વારા ઘણા દિવસથી હડતાલ પર છે જેના લીધે તાલુકાના અસંખ્ય લોકોને ઉપયોગી જાતિના દાખલા, આવકના દાખલા, નોન- ક્રિમિનલ , ડોમીનસાઈલ પ્રમાણપત્ર , જમીનને લગતા 7/12/ 8- અ જેવા દાખલાઓની પ્રાથમિક જરૂરીયાતથી વંચિત રહેવું પડે છે, જે પ્રશ્ન દેવભૂમી દ્વારકા જીલ્લા આમ આદમી પાર્ટી અને તાલુકા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા મામલતદારને આવેદનપ્રત્ર આપીને રજુઆત કરી હોસ્પિટલમાં ઉપયોગી એવા આવક ના દાખલા, તેમજ વિધાર્થીઓને નોકરીના ફોર્મ ભરવા તેમજ શાળા – કોલેજ માં ઉપયોગી જાતિના દાખલા, નોન- ક્રિમિનલ, ડોમિનસાઈલ જેવી સેવાઓ મામલતદાર કચેરીમાંથી ન મળવાથી તાલુકાનાં લોકો ને ગંભીર આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે , હાલમાં કચેરીના ઓપરેટર સ્ટાફ દ્વારા હડતાલ પર હોવાથી તાલુકાના મામલતદાર પણ આ એજન્સી અને કચેરીના સ્ટાફ વચ્ચે રહેલી મતભેદતા દુર કરવા સતત પ્રયત્નશિલ છે તેમના દ્વારા ઉચ્ચ રજુઆત પણ કરવામાં આવી છે, તાલુકા ના આમ આદમી પાર્ટી ના પ્રમુખ રૂઘાભાઈ આંબલીયાએ વધુમાં જણાવ્યું કે જો એજન્સી ને પગાર કે સ્ટેશનરી પુરી ન પાડી શકે તો એજન્સી ને તત્કાલીન બ્લેકલિસ્ટ કરી ને નવી એજન્સી ની નિમણુક કરવી, પાર્ટીના લડવૈયા કાર્યકર તુષાર હાથલીયા દ્વારા ચીમકી પણ ઉચ્ચારવા માં આવી કે જો વહેલી તકે આ પ્રશ્ન નું નિરાકરણ નહી આવે તો મુખ્યમંત્રી કાર્યાલય ના દ્વાર ખખડાવવા પડશે અને ઊંઘતી સરકારને જગાડવી પડશે.

\"\"
ad