તખતેશ્વર વોર્ડમાં કોરોના વેકસીનેશન કાર્યક્રમો યોજાય એક જ દિવસમાં 600 થી વધુ લોકોએ વેકસીનેશન કરાવ્યું

તખતેશ્વર વોર્ડમાં કોરોના વેકસીનેશન કાર્યક્રમો યોજાય – વોર્ડના આગેવાનો – નગરસેવકો કોરોના વોરિયર્સ બની વિવિધ સમાજ, યુવક મંડળો અને જ્ઞાતિઓમાં આયોજનને વેગ આપી વધુમાં વધુ લોકોને વેકસીનેશન નો લાભ મળે તે પ્રકારે આયોજન – પી.એચ.સી.સેન્ટર ઉપરાંત અન્ય જ્ઞાતિની વાડીઓ માં પણ આયોજનો કાલે બાબાસાહેબ દેરાસર ખાતે આયોજન – એક જ દિવસમાં 600 થી વધુ લોકોએ વેકસીનેશન કરાવ્યું

જીતેન્દ્ર દવે
ભાવનગર :
કોરોના કાળનું એક વર્ષ પૂર્ણતા આરે છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારના નેતૃત્વમાં દેશના વૈજ્ઞાનિકો અને રિસર્ચરો અને ડોક્ટરોની અથાગ મહેનતથી ભારતે સ્વદેશ સંપૂર્ણ અસરકારક વેકસીન તૈયાર કરી લોકોને આપવાનું શરૂ કરેલ છે અને એમાં પણ દેશના નાગરિકોના આદર્શ એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વેકસીન લેતા લોકોની શ્રદ્ધા અને ભરોસો વેકસીન પ્રત્યેનો દ્રઢ બનતા લોકો સ્વયંભૂ વેકસીનેશન માટે આગળ આવી રહ્યા છે ત્યારે આ રસીકરણ કાર્યક્રમને વેગ મળે અને દેશના વધુમાં વધુ નાગરિકોને ઓછા સમયમાં વેસીનેશન થાય એ માટે દેશભરમાં સાર્વત્રિક અભિયાન ચાલી રહ્યું છે ત્યારે ભાવનગરમાં પણ વિવિધ વોર્ડ અને વિસ્તારોમાં પી.એચ.સી.સેન્ટરો ઉપરાંત અન્ય જ્ઞાતિ, સમાજ, યુવક મંડળો, અને સામાજિક સંસ્થાઓના માધ્યમથી વધુમાં વધુ લોકોને વેકસીન આપવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરેલ આહવાનના ભાગ રૂપે ભાવનગર પશ્ચિમ વિધાનસભા અને પૂર્વ વિધાનસભામાં શહેર અધ્યક્ષ રાજીવ પંડ્યા, મહામંત્રી અરુણ પટેલ, યોગેશ બદાણી, ડી.બી.ચુડાસમા અને વરિષ્ઠ આગેવાનો પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી વિભાવરીબેન દવે, પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘણીના નેતૃત્વમાં વિવિધ સ્થાનોએ સફળતા પૂર્વકના આયોજનો વિવિધ વોર્ડના નગરસેવકો/વોર્ડ સંગઠન અને સામાજિક સંગઠનો અને જ્ઞાતિઓના સહયોગથી કરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત આજ મોઢ વણિક જ્ઞાતિ યુવક મંડળ તરફથી આજે તખતેશ્વર વોર્ડમાં મોઢ વણિક કુમાર છાત્રાલય, વાઘવાડી રોડ ખાતે કોરોના રસી કરણ અંગે મોઢ વણિક જ્ઞાતિના ભાઈઓ-બહેનોને વેકસીનેશન માટેનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં બહોળી સંખ્યામાં જ્ઞાતિના આગેવાનો અને નાગરિકોએ ભાગ લઈ 290 લોકોએ વેકસીનનો લાભ લીધો હતો. આ ઉપરાંત તખતેશ્વર વોર્ડમાં દિપક હોલ, સંસ્કાર મંડળ ખાતે પણ અન્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં પણ બહોળી સંખ્યામાં વોર્ડના નાગરિકોએ આ લખાય છે ત્યાં સુધીમાં 200 લોકોએ ભાગ લીધો છે અને હજુ રાત્રીના 9 કલાક સુધી રસીકરણ કાર્યક્રમ શરૂ હોય દિપક હોલ ખાતે પણ આંકડો 300ને પાર પહોંચે તેવી સંભાવના છે.
આ કાર્યક્રમમાં શહેર સંગઠન વતી પશ્ચિમ વિધાનસભાના ઇન્ચાર્જ હરેશભાઇ મકવાણા, પ્રભારી આશુતોષ વ્યાસ, સહ પ્રભારી હીનાબેન શાહ, શહેર ઉપાધ્યક્ષશ્રી ધર્મેન્દ્રભાઈ મહેતા સહિતના યુવા આગેવાનોએ કાર્યક્રમનું સિચારુ અને વ્યવસ્થા માટે જહેમત ઉઠાવી હતી.
આ ઉપરાંત ભાવનગર મહાનગરના બધા જ વોર્ડમાં પણ રોજ-બરોજ અનેક સ્થાનોએ આ પ્રકારના આયોજનો થઈ રહ્યા છે જેમાં શહેર સંગઠનના આગેવાનો/પ્રભારીઓ/નગરસેવકો/વોર્ડ સંગઠનના કાર્યકર્તાઓ વગેરે વિવિધ વોર્ડમાં જહેમત ઉઠાવી રહ્યા છે.