તારક મહેતા…'ના પ્રોડ્યુસર અસિત મોદી પર મિસિસ રોશન સોઢી ઉર્ફે જેનિફર મિસ્ત્રીએ ગંભીર આરોપ મુક્યો

મુંબઈ :\’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા\’ આજના સમયમાં એક જ એવી સિરિયલ કહી શકાય જે પરિવાર સાથે બેસીને જોઈ શકે. દરેક એપિસોડમાં હાસ્ય સાથે એક સામાજિક સંદેશ હોય છે. દરેક કલાકારની આગવી ઓળખ ઊભી થઈ છે. અને જાહેર જીવનમાં પણ તેમની સાથે પાત્રના નામ જોડાઈ ગયા છેલ્લા ૧૫ વર્ષથી સતત દર્શકોનો પ્રેમ મેળવનાર આ સિરિયલ અને તેની સાથે સંકળાયેલા લોકો વિવાદોમાં ઘેરાયેલા છે થોડા સમય પહેલા શૈલેષ લોઢા (તારક મહેતા) એ પ્રોડ્યુસર અસિત મોદી પર આક્ષેપો મૂક્યા હતા.આ વિવાદ શાંત પાડે એ પહેલા એક નવો અને ગંભીર વિવાદ ઊભો થયો છે.
\”તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા\”મા રોશન ભાભીની ભૂમિકા ભજવનાર જેનિફર મિસ્ત્રીએ શોમાંથી નીકળી ગયા બાદ પ્રોડ્યુસર અસિત મોદી પર જાતીય સતામણીનો ગંભીર આરોપ મુકતા કહ્યું હતું કે આઉટડોર શૂટિંગ સમયે અસિત મોદીએ ઘણીવાર મને રૂમમાં આવવા માટે કહ્યું છે હું થોડો ગુસ્સો કરું એટલે એ કહે હું તો મજાક કરતો હતો. ૨૦૧૯થી આ પ્રકરણ ચાલુ છે અનેક રીતે મને હેરાન કરવામાં આવતી હતી એની સાથે બીજા એક બે જણા પણ મને માનસિક હેરાન કરતા જેથી મે વકીલ સાથે ચર્ચા કર્યા બાદ અસિત મોદી અને તેના બે સાથીદારો વિરૂદ્ધ જાતીય સતામણીનો કેસ દાખલ કર્યો છે
જેનિફર મિસ્ત્રીએ મૂકેલા આરોપોને નકારતા દિગ્દર્શક હર્ષદ જોષી અને ઋષિ દવેએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે જેનિફર સેટ પર ખૂબજ ઉદ્ધતાઈ કરતી. શિસ્તના જાળવતી જેથી નાછૂટકે તેની ફરિયાદ અનેકવાર પ્રોડક્શન હેડને કરવામાં આવી હતી.
અસિત મોદીએ કહ્યું હતું કે જેનિફરની ગેરશિસ્તને કારણે તેની સાથે થયેલ કરાર સમાપ્ત કર્યો હતો. અને તેણે કરેલા આક્ષેપો માટે તેની પર કાયદાકિય કાર્યવાહી કરવામાં આવશે.આવનારા સમયમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અને વિશેષ પ્રોડ્યુસર અસિત મોદી પર લાગેલા વિવાદો શાંત થશે કે ફરી ક્યાંક કોઈ નવો વિવાદ તો ઊભો નહી થાય એ જોવાનું રહેશે