Home Stock Market નિફ્ટી ફ્યુચર ૧૨૧૨૦ પોઈન્ટ મહત્ત્વની સપાટી ….!!!

નિફ્ટી ફ્યુચર ૧૨૧૨૦ પોઈન્ટ મહત્ત્વની સપાટી ….!!!

950
0

નિફ્ટી ફ્યુચર ૧૨૧૨૦ પોઈન્ટ મહત્ત્વની સપાટી ….!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને …!!!
તા.૦૪.૧૨.૨૦૧૯ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૪૦૬૭૫.૪૫ સામે ૪૦૬૦૬.૦૧ પોઈન્ટના
મથાળેથી ખુલીને ૪૦૪૭૫.૮૩ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર
ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૧૧.૦૪ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ
૧૭૪.૮૪ પોઈન્ટના ઉછાળા સાથે ૪૦૮૫૦.૨૯ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૨૦૪૬.૪૫ સામે ૧૨૦૦૯.૯૦ પોઈન્ટના
મથાળેથી ખુલીને ૧૧૯૭૭.૨૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં
તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૨૦.૮૦ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૬.૦૫
પોઈન્ટના ઉછાળા સાથે ૧૨૦૯૨.૫૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
દેશની આર્થિક અધોગતિના રોજ-બરોજ આવી રહેલા નેગેટીવ આંકડાથી અકળાયેલા ઉદ્યોગપતિઓએ હવે સરકાર સામે ખુલીને આકરાં પ્રહારો કરવા લાગતાં અને પરિસ્થિતિ અંકુશ બહાર જતી જોઈને દેશના વિવિધ રાજયોમાં રાજકીય માહોલ ગરમાવા લાગતાં આગામી દિવસોમાં મોટી ઉથલપાથલના એંધાણ વચ્ચે આજે શરૂઆતમાં ફોરેન ફંડોએ શેરોમાં ફરી ઓફલોડિંગ કર્યું હતું. સપ્ટેમ્બર ૨૦૧૯ના અંતના ત્રિમાસિકમાં જીડીપી વૃદ્વિ ઘટીને છ વર્ષના તળીયે ૪.૫% આવી જવા સાથે દેશની રાજકોષીય ખાધ પણ ચાલુ સંપૂર્ણ નાણાકીય વર્ષના બજેટ અંદાજના ૧૦૨%એ પહોંચી જવાથી સરકાર સામે આગામી દિવસોમાં મોટા પડકારો હોવાનું અને આર્થિક વિકાસ વધુ કથળવાનો સંકેત આપતાં શેરોમાં ઓફ લોડિંગ વધ્યું હતું. બે દિવસમાં ફોરેન ફંડોની અંદાજીત રૂ.૨૮૬૨ કરોડના શેરોની જંગી ચોખ્ખી વેચવાલી થઈ હતી.
આ સાથે કાર્વિ સ્ટોક બ્રોકિંગ દ્વારા પોતાના જ ગ્રાહકોના શેરોને પોતાના અંગત ફંડ ઊભું કરવા ગીરવે મૂકવાની ઘટનાએ રોકાણકારોને વિશ્વાસ ફરી ડગમગવા લાગતાં સેન્ટીમેન્ટ પર નેગેટીવ અસર થતી જોવાઈ હતી. વૈશ્વિક મોરચે હોંગકોંગ મામલે અમેરિકા-ચાઈના વચ્ચે તનાવ વધતાં ટ્રેડ ડીલ વિલંબમાં પડવાના સંકેતે સાવચેતી વેચવાલી જોવાયા બાદ સેક્ટરલ ઈન્ડાયસીસમાં બેઝિક મટિરિયલ્સ, એફએમસીજી, ફાઈનાન્સ, હેલ્થકેર, આઈટી, ટેલિકોમ, યુટિલિટીઝ, ઓટો, બેન્કેક્સ, મેટલ, પાવર, રિયલ્ટી અને ટેક શેરોમાં ફંડો, ખેલંદાઓનું શેરોમાં વેલ્યુબાઈંગ થતાં સેન્સેક્સ-નિફટી બેઝડ તેજી સાથે વધીને બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૬૭૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૪૮ અને વધનારની સંખ્યા ૧૨૨૬ રહી હતી, ૧૯૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૨૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૮૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા… મિત્રો, નવેમ્બર મહિના માટેનું જીએસટી કલેક્શન ઊંચું રહેવા પાછળ તહેવારોની આંશિક
ભૂમિકા પણ કારણભૂત હોઈ શકે છે. સરકારે સપ્ટેમ્બર મહિનાથી હાથ ધરેલા વિવિધ ઉપાયોની અસર નવા કેલેન્ડર વર્ષમાં અનુભવાય એવી બજારને આશા છે અને આગામી દિવસોમાં આરબીઆઇની મળનારી બેઠકમાં ૨૫ બેસિસ પોઇન્ટનો ઘટાડો કરી શકે છે. જો બેંક રેપો રેટ સિવાય કોઈ અન્ય જાહેર કરશે તો તે બજાર માટે એક આશ્ચર્ય બની રહેશે. ડિસેમ્બરમાં બીજું પખવાડિયું મહદ્ અંશે એફઆઇઆઇની ગેરહાજરીનું હોય છે અને તેથી કોઈ મોટી ઘટનાની
ગેરહાજરીમાં માર્કેટ સાઇડલાઇન જોવા મળી શકે છે.બાકી અંગત સલાહ એ છે કે “ તબક્કાવાર નફો બુક કરે એ જ
શાણો રોકાણકાર ”…કેમ ખરું ને …!!!

તા.૦૪.૧૨.૨૦૧૯ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૨૦૯૨ પોઈન્ટ :- આગામી સંભવિત
નિફ્ટી ફ્યુચર ૧૨૦૦૮ પોઈન્ટના પ્રથમ અને ૧૧૯૭૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે
ટ્રેડીંગ સંદર્ભે ૧૨૧૨૦ પોઈન્ટ થી ૧૨૧૪૭ પોઈન્ટ, ૧૨૧૬૦ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને
સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૨૧૨૦ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક
પોઝિશન બનાવવી….!!!

તા.૦૪.૧૨.૨૦૧૯ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૩૨૦૯૮ પોઈન્ટ :- આગામી
સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૧૯૦૯ પોઈન્ટના પ્રથમ અને ૩૧૭૭૭ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ
સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૨૧૩૩ પોઈન્ટ થી ૩૨૨૦૨ પોઈન્ટ, ૩૨૨૭૨ પોઈન્ટ ની અતિ મહત્વની
સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૨૨૭૨ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન
બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..
 ACC લિ. ( ૧૫૧૪ ) :- સિમેન્ટ ગ્રુપ ની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં
રૂ.૧૫૦૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૪૯૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક
ટૂંકા સમયગાળે રૂ.૧૫૩૩ થી રૂ.૧૫૪૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૧૫૪૭
ઉપર તેજી તરફી ધ્યાન…!!!
 HCL ટેકનોલોજી ( ૧૧૨૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૧૦૮ આસપાસ પોઝીટીવ
બ્રેકઆઉટ..!!! રૂ.૧૦૯૩ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૧૪૪ થી રૂ.૧૧૫૦ નો
ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
 લ્યૂપીન લિ. ( ૭૯૪ ) :- રૂ.૭૮૦ નો પ્રથમ તેમજ રૂ.૭૭૩ ના બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટર
રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૮૦૮ થી રૂ.૮૧૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!

 એક્સિસ બેન્ક ( ૭૪૩ ) :- બેન્ક સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૫૭ થી
રૂ.૭૬૩ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૭૧૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
 સેન્ચુરી ટેક્ષટાઇલ ( ૪૭૬ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક
રૂ.૪૬૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક સિમેન્ટ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી
રૂ.૪૮૪ થી રૂ.૪૯૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!
 કોટક બેન્ક ( ૧૬૫૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ બેન્ક સેક્ટર નો આ સ્ટોક રૂ.૧૬૭૭
આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૬૪૦ થી રૂ.૧૬૩૩ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે
છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૮૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
 રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૫૬૩ ) :- રૂ.૧૫૮૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ
સ્ટોક રૂ.૧૫૯૭ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૫૪૦ થી રૂ.૧૫૩૩ નો ભાવ
દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૧૬૦૬ ઉપર તેજી તરફી ધ્યાને લેશો….!!!
 ટાઈટન લિ. ( ૧૧૮૩ ) : એસેસરીઝ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૨૦૩ ના
સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૧૭૦ થી રૂ.૧૧૫૭ ના ભાવની સપાટી
આસપાસ નફો બુક કરવો….!!!
 ટેક મહિન્દ્રા ( ૭૫૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક રૂ.૭૭૭
આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૭૪૪ થી રૂ.૭૩૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે.
ટ્રેડીંગલક્ષી રૂ.૭૮૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
 જસ્ટ ડાયલ ( ૫૬૩ ) :- રૂ.૫૭૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક
રૂ.૫૮૪ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૫૫૦ થી રૂ.૫૩૭ નો ભાવ
દર્શાવે તેવી સંભાવના છે….!!! રૂ.૫૯૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here