મુંબઈ : સિટીઝન વિજિલન્સ કમિટીની વર્ષગાંઠ નિમિત્તે તા. ૨૫/૧૦/૨૦૨૦ના રોજ રાષ્ટ્રીય અધ્યક્ષ શિવકુમાર યાદવ દ્વારા દર વરસ પ્રમાણે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, આ વખતે સંસ્થાએ કોરોના લડવૈયાઓને વિવિધ ક્ષેત્રોથી અલગ પાડ્યા હતા. જેમણે કોરોના મહામારીના સમયમાં પોતાના જીવની ચિંતા ના કરતા સમાજ માટે નોંધપાત્ર કાર્ય કર્યું છે. તેવા ઉપેન્દ્ર પંડિત, શાંતિ દેવી, પ્રકાશ ઉદેશી, અબ્દુલ શેખ, ભારત સોની, મહેબુબ શેખ, નવીન પાંડે, જટાશંકર સિંહ, શુષમા ગાયકવાડ, શિપ્રા સિંહ, સહીત અનેક સન્માનીયને રાષ્ટ્રીય અધ્યક્ષ શિવકુમાર યાદવ અને મુખ્ય અતિથિ વિનોદ યાદવના શુબ હસ્તે કોરોના વોરફેર સર્વિસ ઓનર સર્ટિફિકેટ એનાયત કરાયુ હતું અને તેની સાથે જરૂરિયાતમંદ લોકોને રેશન કીટનું વિતરણ કરાયું હતું. શિવકુમાર યાદવે દશેરાની શુભેચ્છા આપતા કહ્યું હતું કે વિકટ પરિસ્થિતિમાં અને અન્યાય સામે લડવા સિટીઝન વિજિલન્સ કમિટી જનતાની સાથે છે