દહિસર પોલીસના સાયબર સેલની ઝડપી કાર્યવાહી છેતરપિંડીનો ભોગ બનેલા ફરિયાદીની રકમ પરત મેળવી આપી

મુંબઈ : દેશના પ્રધાનમંત્રી ડિજિટલ ઇન્ડિયા પર જોર આપે છે. જેને લોકો પણ અપનાવી રહ્યા છે. રકમની લેતી દેતી માટે બેન્ક સુધી જવાની જરૂર નથી. મોબાઈલમાં એપ દ્વારા અલગ અલગ માધ્યમથી કરવામાં આવે છે. સમયની બચત અને બેંકમાં હેરાન થવા નથી જવું પડતું. પણ આ સાથે જ છેતરપિંડી (fraud) ના કેસમાં પણ ખાસ્સો વધારો થયો છે. દહિસર પૂર્વમાં રહેતા નિમેષ ગાંધીને તા 04/12/2023ના એક ફોન આવ્યો જેમાં સામે વાળી વ્યક્તિ સ્વયંની ઓળખાણ icici બેંકના ક્રેડિટ કાર્ડ વિભાગના કર્મચારી તરીકે આપીને કહ્યું કે આપના ક્રેડિટ કાર્ડ પર પેનલ્ટી લાગશે એ બંધ કરાવો નહીતો દર મહિને 2700 લાગશે. ફરિયાદીએ ફોન પર પોતાના કાર્ડની સંપૂર્ણ વિગત આપતા તુરંત તેમના ખાતામાંથી 99,999 રૂપિયા ડેબિટ થયાનો મેસેજ આવતા સમજાણું કે છેતરપિંડી થઈ છે જેથી તુરંત દહિસર પોલીસ સ્ટેશનના સાયબર સેલમાં આ બાબતની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી જેમાં જાણવા મળ્યું કે આ રકમ એમેઝોનમાં ગઈ છે. જેથી તપાસ અધિકારી api દાંડગે અને psi ગુહાડેએ એમેઝોનના નોડલ અધિકારીને ઇમેઇલ અને મોબાઇલ દ્વારા આ ઘટનાની માહિતી આપી. આધુનિક યંત્રણા નો ઉપયોગ અને ઝડપી કાર્યવાહી કરી ફરિયાદીએ ગુમાવેલ રક્કમ દહિસર પોલીસ સ્ટેશનના અધિકારીઓએ પરત મેળવી આપી હતી.
આ બાબતે નિમેષ ગાંધીએ દહિસર પોલીસ સ્ટેશનની આભાર માન્યો હતો.
આ કાર્યવાહી DCP સ્મિતા પાટીલ, પ્રભારી વરિષ્ઠ પોલીસ નિરીક્ષક કિશોર ગાયકે, પોલીસ નિરીક્ષક મહેન્દ્ર સુર્યવંશી ના માર્ગદર્શનમાં સાયબર સેલના API અંકુશ દાંડગે, PSI રાજેશ ગુહાડે, પો.શી. ચવ્હાણ, કુવ્હાડેએ સફળતાપૂર્વક પાર પાડી હતી.
સુચના : મોબાઇલ પર અજાણ્યા નંબરથી કે વોટસએપ વિડિયો કોલ નોર્મલ કોલ આવે ત્યારે સાવચેત રહેવું અને બને ત્યાં સુધી આવા કોલ સ્વીકારવા નહી.