દહીંસર પોલીસે નકલી પોલીસ બની લોકોને ફસાવનાર આરોપીની ધરપકડ કરી

આરોપી પર અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ૧૦૦ જેટલા ગુન્હા નોંધાયેલા છે.

મુંબઇ : દહીંસરમાં રહેતા ૭૨ વર્ષીય વૃદ્ધ મહિલાને પોલીસ તરીકેની ઓળખ આપી દાગીના લઈ ફરાર થનાર આરોપીની દહીંસર પોલીસે ધરપકડ કરી.
દહીંસર પૂર્વના શક્તિનગરમાં રહેતા વૃદ્ધ મહિલા થોડા દિવસ પહેલા સવારના ૭.૩૦ના સુમારે સોસાયટીની બહાર નીકળ્યા તે વખતે એક શખ્સે તેમને બોલાવી પોતાની ઓળખ પોલીસ તરીકે આપી અને એક બાજુ આવવા કહ્યું ત્યાં પહેલેથી ત્રણ વ્યક્તિઓ ઉભી હતી તેમણે મહિલાને કહ્યું કે આગળ એક મહિલાની હત્યા થઈ છે માટે તમે તમારા દાગીના બેગમાં મૂકી દો અમે પણ એમાં રાખ્યા છે. ગભરાયેલી મહિલાએ દાગીના કાઢી બેગમાં મુકવા આપ્યા અને તેને વાતોમાં મશગુલ રાખી અજાણ્યા શખ્સો દાગીના લઈ મોટરસાયકલ પર ફરાર થઇ ગયા.
મહિલાએ દહીંસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો દાખલ કરી આ બાબતની તપાસ હાથ ધરતા સપોની રણજિત ચવ્હાણ, અને ટીમે દહીંસર બોરીવલી, ચેકનાકા, કાશીમીરાં, કાસરવડલી અને થાણેના લગભગ 70થી વધુ સ્થળના સીસીટીવી ફૂટેજ તપાસી અજાણ્યા શખ્સની તસ્વીર મેળવી બાતમીદાર પાસેથી માહિતી મેળવી આરોપી હૈદર તહેજીબ સૈયદ (ઉં ૫૫) ને ઝડપી લેવા આંબીવલી રેલવે સ્ટેશનના પરિસરમાં જાળ બિછાવી હતી આરોપી નજરે ચડતા તેને પકડવાનો પ્રયત્ન કરતા આરોપીએ બુમાબુમ કરી ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે પોતાના નિયમની અંદર રહી બળ પ્રયોગ કરી આરોપીને તાબામાં લઈ તપાસ કરતા તેની પાસેથી ૧,૮૦,૦૦૦ની કિંમતની સોનાની ચાર બંગડી જપ્ત કરી હતી પૂછપરછમાં જાણવા મળ્યું કે આરોપી પર અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ૧૦૦ જેટલા ગુન્હા નોંધાયેલા છે.
આ કાર્યવાહી ડીસીપી ભગવાન ધાર્ગે, એસીપી વસંત પિંગલે અને વરિષ્ઠ પો.ની. પ્રવીણ પાટીલના માર્ગદર્શનમાં પો.ની સંજય બાંગરના નેતૃત્વમાં સપોની રણજીત ચવ્હાન, મલ્હાર થોરાત, એટીસી પોઉની રવિરાજ કટ્ટે, પોહ. સંતોષ પરબ, રાજુ નાર્વેકર, દેવેન્દ્ર પાંગે, પ્રવીણ ઝેન્ડે, સિદ્ધાર્થ કિણી, પોના. નિલેશ સાંબરેકર, સચિન કેળજી, શાહનવાઝ સૈયદ,શૈલેષ કિણી, કૃષ્ણ ધુનું, પોશી. ભુપેન્દ્ર સાલકર, વિનોદ ચિતલકર, દિપક કોલ્હા, અમર કાંબલે, સુશાંત જાધવ, રોહન થાપડ, મપોહ. માર્ટિન કરડોજા દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી