દહીંસર પોલીસે લાખોની ચોરી કરનાર આરોપીઓને ઉત્તર પ્રદેશથી ઝડપી લીધા

\"\" 11 મહિના પછી પોલીસની સખત મહેનતથી ઝડપાયા ચોર દહીંસર પોલીસની સરાહનીય કામગીરી

મુંબઇ : દહીંસર પૂર્વમાં આવેલ સચિન નગરના એક ફ્લેટમાંથી 933 ગ્રામ સોનાના દાગીના અને 40 હજાર રોકડ મળીને કુલ 42,38,500ની ચોરી થઈ હતી. આ મામલામાં અબ્દુલ શેખે ફરિયાદ કરતા દહિસર પોલીસે ગુનો નોંધીને ચોરોની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ લાંબા સમય બાદ પણ ચોરોની કોઈ ભાળ મળતી નહતી. હાલ આ કેસ દહિસર પોલીસ સ્ટેશનના એપીઆઈ મલ્હાર થોરાટને સોંપવામાં આવતા તેમણે અને ટીમે મુંબઈથી દિલ્હી સુધીના 167 જેટલા સીસીટીવી સર્ચ કર્યા હતા, જેમાં ઘટના સમયે મોબાઈલ લોકેશન અને લગભગ 97 વિવિધ કંપનીઓના સિમ કાર્ડના આધારે માહિતી પ્રાપ્ત કરી દહિસર પોલીસની ટીમ ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડા ગઈ હતી. ચોરોની માહિતી મેળવવા અને પકડવા એપીઆઈ મલ્હાર થોરાત પોસ્ટમેન બન્યા અને પો.હ.જાધવએ શાકભાજી વેચનાર રૂપ લઈને તમામ માહિતી એકઠી કરી, ત્યારબાદ સ્થાનિક પોલીસની મદદથી બંને ચોર સલમાન ઝુલ્ફીકાર અંસારી (30) અને હૈદર અલી સૈફી આફતાબ હુસૈની સૈફી (34) અને દાગીના ખરીદનાર ખુશાલ (36)ની ધરપકડ કરી સોનાની 2 લગડી જેની કિંમત લગભગ 18,07,710 છે એ જપ્ત કરી આરોપીઓને મુંબઇ લાવવામાં આવ્યા હતા. આ કાર્યવાહી ડીસીપી સ્મિતા પાટીલ, એસીપી વસંત પિંગલે, વરિષ્ઠ પોલીસ નિરીક્ષક પ્રવીણ પાટીલના માર્ગદર્શનમાં પી.આઇ. (ક્રાઇમ) સંજય બાંગરના નેતૃત્વમાં એપીઆઈ મલ્હાર થોરાત, પો.હ. દેવેન્દ્ર પાંગે, પ્રવીણ ખેંડે, સિદ્ધાર્થ કીની, સચિન કેલજી, નિલેશ સંભારેકરે ઝેન્ડે, સુશાંત જાધવ, સાયબર એક્સપર્ટ ઇકબાલ શેખ, શાહનવાઝ સૈયદએ ઉત્કૃષ્ટ કામગીરી કરીને કેસ ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

\"\"
જા×ખ