દહીસર ક્રાઇમ બ્રાન્ચે જાણીતી કંપનીના બનાવટી કપડા બનાવનાર એકની ધરપકડ કરી 16,16,000નો મુદ્દામાલ જપ્ત કર્યો

મુંબઈ : પ્રસિદ્ધ કંપનીઓના નામથી હલકી ગુણવત્તાના કપડા બનાવતા એક વ્યક્તિ વિરૂદ્ધ ગોરેગામની નેત્રિકા કન્સલ્ટિંગ પ્રા. લી. દ્વારા ફરિયાદ કરવામાં આવતા દહીંસર ક્રાઇમ બ્રાન્ચે એ દિશામાં તપાસ હાથ ધરી સંતોષ નગર, દળવી કમ્પાઉન્ડ, ફિલ્મસિટી રોડ ગોરેગામ સ્થિત સ્મિતા ઇન્ટરપ્રાઈઝ નામની કંપની પર છાપો મારતા ત્યાં જાણીતી લેવિસ કંપનીના ૩૦૦ ટીશર્ટ મળી આવી જેને નેત્રિકા કન્સલ્ટિંગ પ્રા. લી.ના અધિકારીએ બનાવટી હોવાનું જણાવતા અંદાજિત કિંમત ૧૬,૧૬,૦૦૦ના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી દિંડોશી પોલીસ સ્ટેશનને કેસ સોંપ્યો.
આ કાર્યવાહી પો. કમિશનર વિવેક ફણસળલકર, પો.આ. દેવેન ભારતી, પો. સહ. આયુક્ત લખમી ગૌતમ, અપર પો.આયુ. ડૉ. જ્ઞાનેશ્વર ચવ્હાણ, પો.ઉ.આયુ. કૃષ્ણકાંત ઉપાધ્યાય, સહા.પો. આયુ.કાશીનાથ ચવ્હાણના માર્ગદર્શનમાં પોલીસ નિરીક્ષક દિલીપ તેજનકર, મહિલા પો.ઉપ.ની. નિલોફર શેખ, પો.હ. કલ્પેશ સાવંત, સંતોષ બને, બાલકૃષ્ણ તિમ્હન, શૈલેષ બિચકર, અમોલ રાણે, પ્રસાદ ગોરૂલે અને પો.હ.ચા. કૈલાશ સાવંતે સફળતાપૂર્વક પાર પાડી હતી.