Home Culture દૂર ક્ષિતિજે સૂરજ “હળવે હળવે” ઢળતો જાય કેસરવર્ણા કિરણોંથી શુભ સંધ્યા કહેતો...

દૂર ક્ષિતિજે સૂરજ “હળવે હળવે” ઢળતો જાય કેસરવર્ણા કિરણોંથી શુભ સંધ્યા કહેતો જાય,

1014
0

દૂર ક્ષિતિજે સૂરજ “હળવે હળવે” ઢળતો જાય
કેસરવર્ણા કિરણોંથી શુભ સંધ્યા કહેતો જાય,
ધરતી ગગનનું મિલન જોઈ “મંદ મંદ” મલકાતો જાય!
દૂર ક્ષિતિજે……..

ગોધૂલી વેળાની ધૂળને રંગીન છાયા બક્ષતો જાય,
ગંગાજળમાં ધૂમિલ બનીને પ્રવિત્રતા રચતો જાય,
સમદરના ધૂંધવાતા જળને “ધીમે ધીમે” સ્પર્શતો જાય !
દૂર ક્ષિતિજે

ખેતરોનાં મોલ પર નૃત્ય ઝંકાર કરતો જાય,
ધરાનાં પાણીને વાદળને સમર્પિત કરતો જાય,
મિત્રતાનો હાથ ફેલાવતો “આવજો આવજો” કહેતો જાય!
દૂર ક્ષિતિજે……

પરિવર્તનનો નિયમ જોને કેવો સ્વીકારાય જાય!
“નિયતી “ને તાબે થયાં વગર કયાં રહી શકાય !
પ્રેમરુપી સંદેશ “કિનારે કિનારે” ફેલાવતો જાય…
દૂર ક્ષિતિજે…..

જીજ્ઞા કપુરિયા *નિયતી”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here