Home Culture ધરતી પરના અમૃત સમાન દૂધને ઝેર જેવું બનાવતા આસામાજિક તત્વો ...

ધરતી પરના અમૃત સમાન દૂધને ઝેર જેવું બનાવતા આસામાજિક તત્વો દૂધમાં ભેળસેળ કરતા હતા દુષિત પાણી

385
0

ધરતી પરના અમૃત સમાન દૂધને ઝેર જેવું બનાવતા આસામાજિક તત્વો દૂધમાં ભેળસેળ કરતા હતા દુષિત પાણી

મુંબઈ : દિંડોશી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ઠાકુર ચાલ રૂમ નં ૦૮,રાણી સતી માર્ગ, મલાડ પૂર્વ ખાતે નામાંકિત કંપનીઓના દૂધમાં ભેળસેળ કરી ગ્રાહકોને વેચવામાં આવતું હોવાની માહિતી દહિસર ક્રાઇમ બ્રાન્ચના અધિકરીઓને મળી હતી. જેના આધારે તા. ૩/૧/૨૦૨૧ના રોજ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અન્ન અન્ન સુરક્ષા અધિકારીને સાથે રાખીને છાપો માર્યો ત્યારે અમુલ તાજા અને નંદિની સ્પેશિયલ કંપનીની દૂધઈ થેલી ને કાપીને એમાંથી અમુક માત્રામાં દૂધ કાઢી દુષિત પાણી નાખી મીણબત્તી અને સ્ટવ પીનની મદદથી પછી પેક કરી નામાંકિત કંપનીના નામે જ ગ્રાહકોને વેચવામાં આવતું હોવાનું જાણવા મળ્યું જે દરેક માટે વિશેષ નાના બાળકો માટે હાનિકારક છે.
ક્રાઇમ બ્રાન્ચે સ્થળ પરથી મળી આવેલ ૧૦,૪૬૪ રૂ. ની કિંમતનું ૨૩૧ લી ભેળસેળયુક્ત દૂધ જેઓ જગ્યા પર નાશ કર્યું હતું. એ સાથે એક આરોપીની ધરપકડ કરી દિંડોશી પોલીસ સ્ટેશનમાં ગુ.નો.ક્ર. ૫૪/૨૦૨૧ હેઠળ કલમ ૨૭૨,૪૮૨,૪૮૩,૪૨૦,૪૬૮,૩૪ ભા.દ.વી. સહ કલમ ૨૬,૨૭,૩ (૧) (જેડએક્સ) અન્ન સુરક્ષા અને માનદ કાયદા ૨૦૦૬ નિયમ અને અનિયમ ૨૦૧૧ પ્રમાણે ગુન્હો દાખલ કરી આગળની તાપસ હાથ ધરવામાં આવી છે.
આ કાર્યવાહી પો.સહ. આયુક્ત (ગુન્હા), મિલિંદ ભારંબે, અ.પો.આયુ. એસ. વિરેશ પ્રભુ, પો.ઉપ આયુ. (પ્રકટીકરણ-૧) અકબર પઠાણ, સહાયક પો.આયુ. (ડી-ઉત્તર) પંઢરીનાથ વાહલના માર્ગદર્શનમાં પ્રભારી પો.ની. મહેશ તાવડે, પો.ની. સચિન ગવસ, અતુલ ડાહકે, સપોની પ્રકાશ સાવંત, પોઉપની હરીશ પોળ, પો.હ.પરશુરામ સાલૂખે, મંગેશ તાવડે, પો.ના.શેલેષ બિચકર, મહિલા પો.અ. સુનિતા ભેકરે સાથે અન્ન સુરક્ષા અધિકારી જી.પી. લીંબુરકર સહીત ટીમે પાર પાડી હતી.

ad

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here