મુંબઈ : તા. ૧૩/૦૩/૨૦૨૦ના રોજ વાંકોલ પોલીસ સ્ટેશનની હદમાં અમુક ઈસમો ગ્રાહકોને પહોંચાડવામાં આવતી દૂધની થેલીમાં દુષિત પાણી મેળવતા હોવાની માહિતી ક્રાઇમ બ્રાન્ચ શાખા-૧૨ના અધિકારીઓને મળી હતી.
પ્રાપ્ત માહિતીની ખાતરી કરી ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓની ટીમ તૈયાર કરવામાં આવી. તે સાથે અન્ન અને ઔષધ વિભાગ, બૃહનમુંબઈ મહારાષ્ટ્ર શાસન ના અન્ન સુરક્ષા અધિકારીને સાથે લઇ દિપલક્ષ્મી ચાલ, આદર્શ નગર જાંબલી પાડા કાલીના, સાંતાક્રુઝ પૂર્વમાં છાપો મારી એક વ્યક્તિ જે અમુલ દૂધની થેલીઓ અમુક પ્રમાણમાં દૂધ કાઢી તેના સ્થાને માનવીના સ્વાસ્થ્ય માટે હાનિકારક એવું પાણી મેળવી ફરી સ્ટવ, મીણબત્તી અને પીનની મદદથી બંધ કરી જાણીતી કંપનીનું પ્રમાણિત દૂધ હોવાનું દેખાડી ગ્રાહક સાથે છેતપિંડી કરી ગૈરકાયદેશર ફાયદો ઉપાડવાની તૈયારીમાં હતો, ક્રાઇમ બ્રાન્ચે ઉપરોક્ત સ્થાને પરથી એક ઈસમને ભેળસેળ માટે ઉપયોગમાં લેવાતી અમુલ દૂધની બનાવટી ખાલી થેલીઓ સહિતનું સાહિત્ય જપ્ત કરી વાકોલા પોલીસ સ્ટેશનમાં ગુન્હો.રજી. ૧૧૧/૨૦૨૦ કલમ ૨૭૨,૪૮૨,૪૮૩,૪૨૦ ભા,દ.વી. સહ કલમ ૨૬,૨૭,૩(૧)(zx )અન્ન સુરક્ષા અને કાયદો ૨૦૦૬ નિયમ અને નિયમન ૨૦૧૧ ના કાયદા પ્રમાણે ગુન્હો દાખલ કરી જગ્યા પર મળી આવેલ ૧૫૦ લીટર ભેળસેળવાળું દૂધ અંદાજે કિંમત ૬૯૦૦ જગ્યા પર નષ્ટ કરવામાં આવ્યું. આગળની તપાસ વાકોલા પોલીસ સ્ટેશન કરી રહ્યું છે.
આ કામગીરી પોલિસ ઉપઆયુક્ત અકબર પઠાણ, સહાયક પોલીસ આયુક્ત (ડી-પૂર્વ)અવિનાશ શીગટે, શાખા-૧૨ના પ્રભારી પોલિસ નિરીક્ષક સાગર શિવલકરના માર્ગદર્શનમાં પોલીસ નિરીક્ષક સચિન ગવસ, પો.ની. અતુલ ડહાકે, સ.પો.ની. વિક્રમસિંહ કદમ, સ.પો.ની. પ્રકાશ સાવંત, પો.ઉપ.ની. હેમંત ગીતે, પો.ઉપ.ની. હરીશ પોળ, પો.હ.કારંડે, બિડિયે, પો.ના. મંગેશ તાવડે, સંતોષ બને,અશોક ખોત, મપોના દેવળેકર પોહ્ચા અને મોરેએ સફળતાપૂર્વક પાર પાડી હતી.
adv. adv.