Home Culture નિફટી ફયુચર ૧૨૦૦૮ પોઈન્ટ મહત્ત્વની સપાટી….!!!

નિફટી ફયુચર ૧૨૦૦૮ પોઈન્ટ મહત્ત્વની સપાટી….!!!

733
0

રોકાણકાર મિત્રો, આનંદ ને …!!
તા.૨૧.૧૦.૨૦૨૦ ના રોજ….

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૦૫૪૪.૩૭ સામે ૪૦૭૬૭.૧૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૦૧૫૦.૪૮ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૨૫.૫૪ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૬૨.૯૪ પોઈન્ટના ઉછાળા સાથે ૪૦૭૦૭.૩૧ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૮૯૫.૯૦ સામે ૧૧૯૫૧.૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૧૭૬૬.૭૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૫૦.૦૫ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૩.૫૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૧૯૨૯.૪૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

કોરોના સંક્રમણમાં યુરોપના દેશોમાં ફરી વધારા સામે ભારતમાં રિકવરી રેટ ઝડપી વધવા લાગતાં અને ફેબ્રુઆરી ૨૦૨૧ સુધીમાં કોરોના અંકુશમાં આવવાના અહેવાલો અને કેન્દ્ર સરકાર દ્વારા જરૂર પડયે વધુ સ્ટીમ્યુલસ પગલાં લેવાનું આશ્વાસન આપવામાં આવતાં શેરોમાં ઈન્ડેક્સ બેઝડ બજારની મજબૂતી જળવાઈ રહી હતી. વૈશ્વિક મોરચે અમેરિકામાં પ્રમુખપદ માટેની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે અનિશ્ચિતતાના વધતાં માહોલમાં અમેરિકામાં સ્ટીમ્યુલસ પેકેજ માટે અંતિમ વેગ આપવાના થઈ રહેલા પ્રયાસોએ અમેરિકી બજારમાં મજબૂતી સામે એશીયા – પેસેફિક દેશો અને યુરોપના દેશોના બજારોમાં મિશ્ર ટ્રેન્ડ જોવાયો હતો. સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજાર તેજીમાં ખુલ્યા બાદ પ્રારંભિક તેજી ગુમાવી દીધી હતી, પરંતુ દિવસની અફડાતફડી બાદ અત્યંત અસ્થિર સત્રમાં લોન પર વ્યાજ માફીની અફવાઓ સામે મેટલ અને રિયલ્ટી શેરોમાં ભારે લેવાલીએ ભારતીય શેરબજાર સતત ચોથા ટ્રેડિંગ દિવસે વધારા સાથે બંધ રહ્યું હતું. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૩% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર બેઝિક મટિરિયલ્સ, ફાઈનાન્સ, ઈન્ડસ્ટ્રિયલ્સ, ટેલિકોમ, યુટિલિટીઝ, બેન્કેક્સ, કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, મેટલ, ઓઈલ એન્ડ ગેસ, પાવર અને રિયલ્ટી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે સીડીજીએસ, એનર્જી, એફએમસીજી, હેલ્થકેર, આઈટી, ઓટો અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૩૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૯૭ અને વધનારની સંખ્યા ૧૩૬૫ રહી હતી, ૧૭૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૦૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૨૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….. મિત્રો, માર્કેટ બ્રેડ્થ નેગેટિવ હોવા છતાં હાલ બજાર ઊંચાઈ પર ટકી રહ્યું છે તેનું સૌથી મહત્વનું કારણ એફઆઈઆઈની ખરીદી છે. એફઆઈઆઈએ ગત સપ્તાહે અંદાજીત રૂ.૧૧૮૫.૫૧ કરોડની નેટ ખરીદી કરી હતી. તે અગાઉના સપ્તાહે અંદાજીત રૂ.૩૩૭૧.૨૬ કરોડની નેટ ખરીદી કરી હતી. યુરોપમાં વધતા જતા કોરોના કેસને પગલે ફ્રાન્સ-જર્મની જેવા દેશોમાં લાગુ થયેલા નિયંત્રણોને કારણે ગયા સપ્તાહે બજારનું સેન્ટિમેન્ટ ખરાબ થયું હતું. અમેરિકામાં સ્ટીમ્યુલસ પેકેજ ચૂંટણી પહેલા જાહેર થવાની સંભાવના ન રહેતા તેની પણ અસર થઈ હતી. આગામી દિવસોમાં કોઈ મોટી ઈવેન્ટ ન હોવાથી વૈશ્વિક પરિબળો અને કોરોના સંબંધિત ઘટનાક્રમ ભારતીય શેરબજાર પર હાવિ રહેશે. યુરોપ સહિત જો વધુ નિયંત્રણો આવશે તો બજાર નેગેટિવ રિએક્ટ કરશે. ભારતીય શેરબજારમાં આગામી દિવસોમાં સ્થાનિક સ્તર પર સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામોની અસર જોવા મળશે અને વૈશ્વિક સ્તર પર કોરોના અને અમેરિકાની ચૂંટણી જેવા પરિબળો અસર કરશે.

તા.૨૨.૧૦.૨૦૨૦ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૨૧.૧૦.૨૦૨૦ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૧૯૨૯ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૯૦૯ પોઈન્ટના પ્રથમ અને ૧૧૮૮૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૧૯૪૪ પોઈન્ટ થી ૧૧૯૮૯ પોઈન્ટ, ૧૨૦૦૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૨૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૨૧.૧૦.૨૦૨૦ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૨૪૭૦૨ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૪૪૭૪ પોઈન્ટના પ્રથમ અને ૨૪૩૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૪૭૭૭ પોઈન્ટ થી ૨૪૮૩૩ પોઈન્ટ, ૨૪૮૮૮ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૪૮૮૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

TCS લિ. ( ૨૬૮૭ ) :- ટાટા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૬૬૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૬૩૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૭૦૩ થી રૂ.૨૭૩૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૭૪૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
મેક્સ ફાઈનાન્સિયલ ( ૫૭૬ ) : ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૫૬૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૫૪૪ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૫૯૩ થી રૂ.૬૦૨ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
ભારત ફોર્જ ( ૪૫૮ ) :- રૂ.૪૪૦ નો પ્રથમ તેમજ રૂ.૪૩૩ ના બીજા સપોર્ટથી ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્ટ સેક્ટર નો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૪૭૨ થી રૂ.૪૮૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
ટાટા કેમિકલ ( ૩૨૧ ) :- કોમોડિટી કેમિકલ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૩૨૮ થી રૂ.૩૩૩ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૩૧૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
બંધન બેન્ક ( ૩૧૬ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૩૦૬ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક બેન્ક સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૩૨૩ થી રૂ.૩૩૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!
!

ACC લિ. ( ૧૬૧૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટર નો આ સ્ટોક રૂ.૧૬૩૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૬૦૩ થી રૂ.૧૫૯૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૪૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
બાટા ઇન્ડિયા ( ૧૩૫૭ ) :- રૂ.૧૩૭૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૩૮૦ ના સ્ટોપલોસે વેચવાલાયક…!! તબક્કાવાર રૂ.૧૩૩૩ થી રૂ.૧૩૧૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૩૮૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
ઇન્ફોસિસ લિ. ( ૧૧૩૪ ) : ટેકનોલોજી સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૧૭૩ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૧૨૨ થી રૂ.૧૧૧૬ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
ભારતી એરટેલ ( ૪૧૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેલિકોમ સેક્ટરનો આ સ્ટોક રૂ.૪૩૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૪૦૮ થી રૂ.૪૦૪ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૪૪૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
ભારત પેટ્રો ( ૩૫૧ ) :- રૂ.૩૬૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૩૭૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૩૩૮ થી રૂ.૩૩૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૩૭૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here