Home Stock Market નિફ્ટી ફ્યુચર ૧૧૩૭૩ પોઈન્ટ મહત્વની સપાટી…!

નિફ્ટી ફ્યુચર ૧૧૩૭૩ પોઈન્ટ મહત્વની સપાટી…!

378
0

રોકાણકાર મિત્રો, આનંદ ને …
તા.૧૨.૦૮.૨૦૨૦ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૩૮૪૦૭.૦૧ સામે ૩૮૩૨૧.૧૩ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૩૮૧૨૫.૮૧ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૨૮૮.૫૬ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૭.૩૮ પોઈન્ટના ઘટાડા સાથે ૩૮૩૬૯.૬૩ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૩૪૪.૩૫ સામે ૧૧૨૩૭.૪૦ પોઈન્ટના મથાળેથી સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૧૨૩૧.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૦૬.૮૫ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૯.૬૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૧૩૧૪.૭૫ પોઈન્ટ બંધ થયેલ..!!
સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારની ટ્રેડિંગની શરૂઆત ઘટાડે થઈ હતી. ભારતીય શેરબજારમાં આજે ખુલતાની સાથે જ કડાકો નોંધાયો હતો. મંગળવારે સરકાર દ્વારા જાહેર કરેલા આંકડા મુજબ જૂન મહિનામાં ઓદ્યોગિક ઉત્પાદનમાં ગત વર્ષ કરતા ૧૬.૬%નો ઘટાડો નોંધાયો છે, જ્યારે એપ્રિલ થી જૂન ત્રિમાસિક દરમિયાનના ગાળામાં ૩૫.૯% નો ઘટાડો નોંધાયો છે. નબળા વૈશ્વિક સંકેતો અને વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતમાં ઓદ્યોગિક ઉત્પાદનના આંકડાઓ નબળા રહેતા આજે ભારતીય શેરબજારના બીએસઇ સેન્સેક્સ અને નિફ્ટી ફ્યુચરમાં ઘટાડો જોવા મળ્યો હતો. દિગ્ગજ શેરોની સાથે મિડકેપ સ્મોલકેપ શેરો પણ સુસ્ત જોવા મળી હતી. વૈશ્વિક સ્તરે યુ.એસ.માં કોરોના સામે આર્થિક પડકારોનો સામનો કરવા માટે લાવવામાં આવી રહેલા વિશાળ આર્થિક પ્રોત્સાહનો અંગે સાંસદોની સર્વસંમતિની અનિશ્ચિતતાને કારણે વૈશ્વિક શેરબજારોમાં નરમાઈ જોવા મળી હતી. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૨% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર સીડીજીએસ, ઈન્ડસ્ટ્રિયલ્સ, આઈટી, યુટિલિટીઝ, ઓટો, કેપિટલ ગુડ્સ, પાવર અને ટેક શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે બેઝિક મટિરિયલ્સ,એનર્જી, એફએમસીજી, ફાઈનાન્સ, હેલ્થકેર, ટેલિકોમ,બેન્કેક્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, મેટલ, ઓઈલ એન્ડ ગેસ અને રિયલ્ટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૭૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૨૩ અને વધનારની સંખ્યા ૧૫૦૦ રહી હતી, ૧૫૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૯૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૦૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….. મિત્રો, આગામી દિવસોમાં સ્થાનિક શેરબજારોની દિશા મેક્રો ઇકોનોમિક ડેટા, કંપનીઓના ત્રિમાસિક પરિણામો અને વૈશ્વિક વલણ દ્વારા નક્કી કરવામાં આવશે. આ સિવાય રોકાણકારો કોવિડ-19 રોગચાળાને લગતા તાજેતરના વિકાસ અને ચેપના કેસોમાં વધારા પર નજર રાખશે. કોર્પોરેટ પરિણામોની જૂન ૨૦૨૦ના અંતના ત્રિમાસિકની સીઝનમાં હવે આજે ૧૩,ઓગસ્ટ ૨૦૨૦ના રોજ ભારત પેટ્રોલિયિમ કોર્પોરેશન-બીપીસીએલ, આઈશર મોટર્સ, ગેઈલ ઈન્ડિયા, ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ, ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝ, હીરો મોટોકોર્પ, પાવર ફાઈનાન્સ કોર્પોરેશન અને  ૧૪,ઓગસ્ટ ૨૦૨૦ના રોજ હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝના જાહેર થનારા પરિણામો પર નજર રહેશે. આંતરરાષ્ટ્રીય મોરચે યુએસ-ચીન વચ્ચે વધી રહેલા તણાવ અને કોવિડ -19 ના કેસોમાં થયેલા વધારાને કારણે અનિશ્ચિતતા વધી છે આવી સ્થિતિમાં ચાઈનાના ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્વિ(આઈઆઈપી)ના જુલાઈના આંક ૧૪,ઓગસ્ટના જાહેર થશે. જ્યારે અમેરિકાના રીટેલ વેચાણના જુલાઈના આંક એજ દિવસે જાહેર થનારા હોવાથી જેના પર વૈશ્વિક શેરબજારોની સાથે ભારતીય શેરબજારની નજર રહેશે.

તા.૧૩.૦૮.૨૦૨૦ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૧૨.૦૮.૨૦૨૦ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૧૩૧૪ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૨૬૦ પોઈન્ટના પ્રથમ અને ૧૧૨૩૨ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૧૩૩૩ પોઈન્ટ થી ૧૧૩૬૦ પોઈન્ટ, ૧૧૩૭૩ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૩૭૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૧૨.૦૮.૨૦૨૦ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૨૨૨૯૦ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૨૦૮૮ પોઈન્ટના પ્રથમ અને ૨૧૯૭૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૨૩૩૯ પોઈન્ટ થી ૨૨૪૦૪ પોઈન્ટ, ૨૨૪૭૪ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૨૪૭૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

ડાબર ઇન્ડિયા ( ૫૦૬ ) :– પર્સનલ પ્રોડક્ટ સેક્ટરની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૪૮૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૪૭૪ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૫૨૩ થી રૂ.૫૩૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૫૩૮ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
ભારત પેટ્રો ( ૪૨૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૪૧૨ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૪૦૪ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૪૩૭ થી રૂ.૪૫૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
વિપ્રો લિ. ( ૨૭૭ ) :- રૂ.૨૭૦ નો પ્રથમ તેમજ રૂ.૨૬૩ ના બીજા સપોર્ટથી ટેકનોલોજી સેક્ટર નો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૨૮૬ થી રૂ.૨૯૨ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ( ૨૦૪ ) :- બેન્ક સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૨૧૨ થી રૂ.૨૨૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૯૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
અદાણી એન્ટરપ્રાઈઝ ( ૧૯૭ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૯૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક કમર્શિયલ ટ્રેડિંગ & ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૨૦૩ થી રૂ.૨૧૨ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!

બાટા ઇન્ડિયા ( ૧૨૩૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફૂટવેર સેક્ટર નો આ સ્ટોક રૂ.૧૨૫૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૨૧૮ થી રૂ.૧૨૦૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
ઇન્ફોસિસ લિ. ( ૯૫૭ ) :- રૂ.૯૭૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૯૮૦ ના સ્ટોપલોસે વેચવાલાયક…!! તબક્કાવાર રૂ.૯૩૩ થી રૂ.૯૧૯ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૯૮૯ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
અમર રાજા બેટરી ( ૭૪૩ ) : ઓટો પાર્ટ્સ & એક્વિપમેન્ટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૭૬૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૭૨૭ થી રૂ.૭૧૭ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
HCL ટેકનોલોજી ( ૭૧૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક રૂ.૭૩૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૭૦૩ થી રૂ.૬૯૬ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૭૪૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
રામકો સિમેન્ટ ( ૭૦૫ ) :- રૂ.૭૨૨ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૭૩૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૬૮૮ થી રૂ.૬૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૭૩૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here