Home Stock Market નિફ્ટી ફ્યુચર ૧૧૪૦૪ પોઈન્ટ મહત્વની સપાટી…!

નિફ્ટી ફ્યુચર ૧૧૪૦૪ પોઈન્ટ મહત્વની સપાટી…!

448
0

રોકાણકાર મિત્રો, આનંદ ને …!!
તા.૧૩.૦૮.૨૦૨૦ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૩૮૩૬૯.૬૩ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૩૮૪૫૬.૬૪ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૩૮૨૧૫.૦૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૩૦૧.૮૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૯.૧૪ પોઈન્ટના ઘટાડા સાથે ૩૮૩૧૦.૪૯ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૩૧૭.૮૦ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૧૧૩૩૮.૨૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૧૨૬૬.૮૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૯.૮૫ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫.૬૫ પોઈન્ટના સામાન્ય ઉછાળા સાથે ૧૧૩૨૩.૪૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત આજે અપેક્ષિત મજબૂતીએ થઈ હતી. રશિયા દ્વારા વેક્સિન શોધ કરી દેવામાં આવી હોવાના અહેવાલોની સાથે ભારતમાં પણ ૧૫મી ઓગસ્ટે સિરમ ઇન્ટસ્ટિટ્યૂટ દ્વારા રસી લોન્ચ કરવાની જાહેરાત કરાશે એવી અટકળો પાછળ આજે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. વૈશ્વિક બજારોમાં રશીયા દ્વારા સૌ પ્રથમ કોરોના માટે વેક્સિન રજૂ કરી દેવાતાં અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કેપિટલ ગેઈન્સ પરના ટેક્ષમાં ઘટાડો કરવાની વિચારણા કરી રહ્યાના નિવેદન અને વધુમાં અમેરિકા દ્વારા કોરોનાની સામે લડવા માટે આગામી સમયમાં એક ટ્રીલિયન ડોલર પેકેજની જાહેરાત કરવામાં આવે તેવી સંભાવનાઓને અમેરિકી બજારોમાં તેજી પાછળ એશીયા, યુરોપના બજારોમાં તેજી રહી હતી. ભારતમાં પણ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ગત સપ્તાહમાં અપાયેલી રાહતો અને પ્રોત્સાહનોના પગલે આર્થિક રિકવરીમાં મદદ મળવાની અપેક્ષા અને દેશભરમાં સારા ચોમાસાએ ફોરેન ફંડોની શેરોમાં અવિરત ખરીદી ચાલુ રહી હતી પરંતુ અંતિમ સેશનમાં રોકાણકારો દ્વારા વેચવાલી નોંધાતા દિવસભરની વધઘટ બાદ અંતિમ સેશનમાં સાવચેતીના ભાગરૂપે ભારતીય શેરબજાર ઘટાડે બંધ રહ્યું હતું. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૫૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૬% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર એનર્જી, ફાઈનાન્સ, હેલ્થકેર, ટેલિકોમ, બેન્કેક્સ અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે બેઝિક મટિરિયલ્સ, સીડીજીએસ, એફએમસીજી, ઈન્ડસ્ટ્રિયલ્સ, આઈટી, યુટિલિટીઝ, ઓટો, કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, મેટલ, ઓઈલ એન્ડ ગેસ પાવર અને રિયલ્ટી શેરોમાં લેવાલી જોવા મળી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૭૯૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૦૬૧ અને વધનારની સંખ્યા ૧૫૭૫ રહી હતી, ૧૫૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૮૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૮૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….. મિત્રો, આગામી દિવસોમાં સ્થાનિક શેરબજારોની દિશા મેક્રો ઇકોનોમિક ડેટા, કંપનીઓના ત્રિમાસિક પરિણામો અને વૈશ્વિક વલણ દ્વારા નક્કી કરવામાં આવશે. આ સિવાય રોકાણકારો કોવિડ-19 રોગચાળાને લગતા તાજેતરના વિકાસ અને ચેપના કેસોમાં વધારા પર નજર રાખશે. કોર્પોરેટ પરિણામોની જૂન ૨૦૨૦ના અંતના ત્રિમાસિકની સીઝનમાં હવે આજે ૧૪,ઓગસ્ટ ૨૦૨૦ના રોજ હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝના જાહેર થનારા પરિણામો પર નજર રહેશે. આંતરરાષ્ટ્રીય મોરચે યુએસ-ચીન વચ્ચે વધી રહેલા તણાવ અને કોવિડ -19 ના કેસોમાં થયેલા વધારાને કારણે અનિશ્ચિતતા વધી છે આવી સ્થિતિમાં ચાઈનાના ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્વિ(આઈઆઈપી)ના જુલાઈના આંક ૧૪,ઓગસ્ટના જાહેર થશે. જ્યારે અમેરિકાના રીટેલ વેચાણના જુલાઈના આંક એજ દિવસે જાહેર થનારા હોવાથી જેના પર વૈશ્વિક શેરબજારોની સાથે ભારતીય શેરબજારની નજર રહેશે.

તા.૧૪.૦૮.૨૦૨૦ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૧૩.૦૮.૨૦૨૦ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૧૩૨૩ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૨૬૦ પોઈન્ટના પ્રથમ અને ૧૧૨૦૨ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૧૩૭૩ પોઈન્ટ થી ૧૧૪૦૪ પોઈન્ટ, ૧૧૪૧૪ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૪૦૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૧૩.૦૮.૨૦૨૦ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૨૨૨૧૭ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૧૯૭૦ પોઈન્ટના પ્રથમ અને ૨૧૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૨૪૭૪ પોઈન્ટ થી ૨૨૫૦૫ પોઈન્ટ, ૨૨૫૭૫ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૨૫૭૫ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

TCS લિ. ( ૨૨૭૦ ) :- ટાટા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૨૪૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૨૩૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૨૯૪ થી રૂ.૨૩૦૮ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૩૨૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
HDFC લિ. ( ૧૮૧૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૮૦૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૭૮૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૮૩૩ થી રૂ.૧૮૫૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
એપોલો હોસ્પિટલ ( ૧૭૩૧ ) :- રૂ.૧૭૧૭ નો પ્રથમ તેમજ રૂ.૧૭૦૭ ના બીજા સપોર્ટથી હેલ્થકેર સેક્ટર નો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૭૫૩ થી રૂ.૧૭૬૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
ACC લિ. ( ૧૩૯૯ ) :- સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૧૪ થી રૂ.૧૪૨૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૩૭૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
મુથુત ફાઈનાન્સ ( ૧૧૮૦ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૧૬૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાઈનાન્સ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૧૯૬ થી રૂ.૧૨૧૨ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!

બજાજ ઓટો ( ૩૦૨૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ૨/૩ વ્હીલર્સ સેક્ટર નો આ સ્ટોક રૂ.૩૦૬૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૩૦૦૩ થી રૂ.૨૯૭૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૩૦૭૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
રિલાયન્સ ઇન્ડ. ( ૨૧૩૩ ) :- રૂ.૨૧૫૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૨૧૬૦ ના સ્ટોપલોસે વેચવાલાયક…!! તબક્કાવાર રૂ.૨૧૧૮ થી રૂ.૨૧૦૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૨૧૭૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
કોટક બેન્ક ( ૧૩૩૪ ) : બેન્ક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૩૬૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૩૨૦ થી રૂ.૧૩૦૮ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
મહિન્દ્ર & મહિન્દ્ર ( ૬૩૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઓટો સેક્ટરનો આ સ્ટોક રૂ.૬૫૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૬૨૬ થી રૂ.૬૨૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૬૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
ડાબર ઇન્ડિયા ( ૫૦૦ ) :- રૂ.૫૧૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૫૨૩ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૪૮૮ થી રૂ.૪૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૫૩૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here