Home Stock Market નિફ્ટી ફ્યુચર ૧૧૪૦૪ પોઈન્ટ મહત્વની સપાટી…!

નિફ્ટી ફ્યુચર ૧૧૪૦૪ પોઈન્ટ મહત્વની સપાટી…!

799
0

રોકાણકાર મિત્રો, આનંદ ને …!!
તા.૧૧.૦૮.૨૦૨૦ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૩૮૧૮૨.૦૮ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૩૮૩૭૧.૩૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૮૩૧૩.૦૬ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૪૩.૨૧ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૨૪.૯૩ પોઈન્ટના ઉછાળા સાથે ૩૮૪૦૭.૦૧ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૨૯૩.૩૫ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૧૧૩૪૯.૬૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૧૩૦૨.૪૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૪.૩૫ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૪.૬૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૧૩૪૮.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત આજે અપેક્ષિત મજબૂતીએ થઈ હતી. વિશ્વ અત્યારે કોરોના મહામારી સામે ઝઝુંમી રહ્યું છે, ત્યારે આ માટે વિશ્વભરમાં વેક્સિનની અને દવાઓની થઈ રહેલી શોધ સાથે દવાઓ-હેલ્થકેર ક્ષેત્રની વધતી જરૂરીયાતો વચ્ચે ગત સપ્તાહના અંતે ફાર્મા જાયન્ટ સિપ્લાએ પ્રોત્સાહક ત્રિમાસિક પરિણામ જાહેર કરતાં અને ગત સપ્તાહમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા વન ટાઈમ લોન રિસ્ટ્રકચરીંગને મંજૂર કર્યા સાથે વિવિધ પગલાં લીધાની પોઝિટીવ અસર સતત બીજા દિવસે ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. આ સાથે દેશભરમાં ચોમાસાની સારી પ્રગતિએ ઓટોમોબાઈલ, એફએમસીજી શેરોમાં પસંદગીનું આકર્ષણ જળવાયું હતું. વૈશ્વિક એશિયન બજારોમાં મજબૂત સંકેતો અને FIIની સતત લેવાલીના કારણે ભારતીય શેરબજાર આજે સતત ચોથા કારોબારના દિવસે વધારા સાથે બંધ થયું. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આર્થિક સહાય-પ્રોત્સાહનો જાહેર થવા સાથે વૈશ્વિક ઔદ્યોગિક પ્રવૃતિ ફરી વધવા લાગતાં ક્રુડ ઓઈલની માંગ વધી રહ્યાના અરામકોના નિવેદન વચ્ચે ક્રુડ ઓઈલના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૩% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર બેઝિક મટિરિયલ્સ, સીડીજીએસ, હેલ્થકેર, આઈટી, ટેલિકોમ, કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, પાવર, રિયલ્ટી અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે એનર્જી, એફએમસીજી, ફાઈનાન્સ, ઈન્ડસ્ટ્રિયલ્સ, યુટિલિટીઝ, ઓટો, બેન્કેક્સ, મેટલ અને ઓઈલ એન્ડ ગેસ શેરોમાં લેવાલી જોવા મળી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૯૧૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૧૬૧ અને વધનારની સંખ્યા ૧૬૦૦ રહી હતી, ૧૫૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૯૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૨૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…..

મિત્રો, દેશભરમાં ચાલુ વર્ષે ચોમાસું સફળ નીવડી રહ્યું છે, ત્યારે આ વર્ષે કૃષિ ક્ષેત્રે ઊંચી વૃદ્વિ અપેક્ષિત છે. જેના થકી ગ્રામીણ અર્થતંત્રમાં સારી રિકવરી અપેક્ષિત છે. ચોમાસાની વધુ પ્રગતિ પર આગામી દિવસોમાં ભારતીય શેરબજારની નજર સાથે સ્થાનિક સ્તરે આજે ૧૨,ઓગસ્ટ ૨૦૨૦ના રોજ જુલાઈ ૨૦૨૦ મહિના માટેના રીટેલ ફુગાવાના આંક અને ૧૪,ઓગસ્ટ ૨૦૨૦ના રોજ હોલસેલ ફુગાવાના જાહેર થનારા આંક પર નજર રહેશે. કોર્પોરેટ પરિણામોની જૂન ૨૦૨૦ના અંતના ત્રિમાસિકની સીઝનમાં હવે આજે ૨૦૨૦ના ઓરોબિન્દો ફાર્મા અને ટાટા પાવર કંપનીના જાહેર થનારા પરિણામો પર પણ નજર રહેશે. આંતરરાષ્ટ્રીય મોરચે આજરોજ જૂન ૨૦૨૦ માટેના યુરો એરિયા ઈન્ડસ્ટ્રીયલ પ્રોડકશન આંકડા તેમજ અમેરિકાના જુલાઈ મહિના માટેના ફુગાવાના આંક જાહેર થશે. આગામી દિવસોમાં ચાઈનાના ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્વિ(આઈઆઈપી)ના જુલાઈ મહિનાના આંક ૧૪,ઓગસ્ટના જાહેર થશે, જ્યારે અમેરિકાના રીટેલ વેચાણના જુલાઈ મહિનાના આંક એજ દિવસે જાહેર થનારા હોવાથી જેના પર વૈશ્વિક શેરબજારોની સાથે ભારતીય શેરબજારની નજર રહેશે.

તા.૧૨.૦૮.૨૦૨૦ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૧૧.૦૮.૨૦૨૦ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૧૩૪૮ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૪૦૪ પોઈન્ટના પ્રથમ અને ૧૧૪૧૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૧૩૦૩ પોઈન્ટ થી ૧૧૨૮૮ પોઈન્ટ, ૧૧૨૬૦ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૪૦૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૧૧.૦૮.૨૦૨૦ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૨૨૩૧૦ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૨૪૦૪ પોઈન્ટના પ્રથમ અને ૨૨૫૭૫ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૨૨૩૨ પોઈન્ટ થી ૨૨૧૬૦ પોઈન્ટ, ૨૨૦૦૮ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૨૫૭૫ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

રિલાયન્સ ઇન્ડ. ( ૨૧૪૩ ) :- ઇન્ટિગ્રેટેડ ઓઇલ & ગેસ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૧૨૧ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૧૦૮ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૧૬૦ થી રૂ.૨૧૭૭ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૧૯૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
ઇન્ફોસિસ લિ. ( ૯૫૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૯૨૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૯૧૬ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૯૭૦ થી રૂ.૯૭૭ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
સન ફાર્મા ( ૫૪૨ ) :- રૂ.૫૩૦ નો પ્રથમ તેમજ રૂ.૫૧૮ ના બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટર નો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૫૫૩ થી રૂ.૫૬૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
એક્સિસ બેન્ક ( ૪૫૦ ) :- બેન્ક સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૪૬૪ થી રૂ.૪૭૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૪૩૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
ભારત ફોર્જ ( ૪૧૩ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૪૦૪ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૪૨૨ થી રૂ.૪૩૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!

HDFC બેન્ક ( ૧૦૬૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ બેન્ક સેક્ટર નો આ સ્ટોક રૂ.૧૦૮૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૦૪૮ થી રૂ.૧૦૩૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૯૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
લાર્સન લિ. ( ૯૬૬ ) :- રૂ.૯૮૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૯૯૦ ના સ્ટોપલોસે વેચવાલાયક…!! તબક્કાવાર રૂ.૯૫૭ થી રૂ.૯૫૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૯૯૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
મહિન્દ્ર & મહિન્દ્ર ( ૬૩૨ ) : ઓટો સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૬૫૬ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૬૧૮ થી રૂ.૬૦૮ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
ઇન્ડસઇન્ડ બેન્ક ( ૫૨૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૫૪૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૫૧૩ થી રૂ.૫૦૩ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૫૫૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
બાયોકોન લિ. ( ૪૦૯ ) :- રૂ.૪૨૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૪૩૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૩૯૭ થી રૂ.૩૯૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૪૩૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here