Home Stock Market નિફ્ટી ફ્યુચર ૧૨૦૦૮ પોઈન્ટ મહત્ત્વની સપાટી ….!!!

નિફ્ટી ફ્યુચર ૧૨૦૦૮ પોઈન્ટ મહત્ત્વની સપાટી ….!!!

1078
0

રોકાણકાર મિત્રો, આનંદ ને …!!
તા.૧૧.૧૨.૨૦૧૯ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૪૦૨૩૯.૮૮ સામે ૪૦૨૮૫.૨૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૦૧૩૫.૩૭ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૩૦.૭૬ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૭૨.૬૯ પોઈન્ટના ઉછાળા સાથે ૪૦૪૧૨.૫૭ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૮૯૮.૨૦ સામે ૧૧૯૦૭.૯૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૧૮૭૨.૩૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૧.૬૦ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૩.૮૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૧૯૪૨.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સપ્તાહના ત્રીજા દિવસની ભારતીય શેરબજારની શરૂઆત તેજી સાથે થઈ હતી. સ્થાનિક નેગેટીવ પરિબળોને લઈ ઉદ્યોગો-બજારો મંદીમાંથી બહાર નહીં આવતાં હવે સરકારની આર્થિક નીતિથી ખફા કોર્પોરેટ ઈન્ડિયાના વધી રહેલાં આક્રોશની સાથે હવે મ્યુચ્યુઅલ ફંડોમાં પણ રોકાણ પ્રવાહ રૂંધાવા લાગી ઓકટોબરમાં રોકાણ પ્રવાહ અસાધારણ ઘટયાના જાહેર થયેલા આંકડા તેમજ વૈશ્વિક મોરચે ચાઈનાની નિકાસોમાં નવેમ્બર ૨૦૧૯માં ૧.૧%નો ઘટાડો થતાં અને અમેરિકા-ચાઈના વચ્ચે ચાલતાં ટ્રેડ વોરમાં હવે વાટાઘાટ પૂર્વે બન્ને દેશો વચ્ચે સમાધાન-સમજૂતી હજુ સુધી અનિશ્ચિત જણાઈ રહી હોઈ ૧૫,ડિસેમ્બરથી ચાઈનાની ૧૫૬ અબજ ડોલરની આયાતો પર અમેરિકા દ્વારા ઊંચી ટેરિફ લાગુ કરવાની ઘડી આવી પહોંચતાં વૈશ્વિક બજારોમાં ચિંતાએ નરમાઈ સાથે ભારતીય શેરબજારોમાં પણ ફરી ગઈ કાલે કડાકો બોલાઈ ગયો હતો. ભારતીય શેરબજાર દિવસભર આજે ભારે ઉથલ પાથલના અંતે ઉછાળા સાથે બંધ થવામાં સફળતા મેળવી છે. સેક્ટરલ ઈન્ડાયસીસમાં બેઝિક મટિરિયલ્સ, ઈન્ડસ્ટ્રિયલ્સ, ટેલિકોમ, કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, મેટલ સામે સીડીજીએસ, એનર્જી, એફએમસીજી, ફાઈનાન્સ, હેલ્થકેર, આઈટી, યુટિલિટીઝ, ઓટો, બેન્કેક્સ, ઓઈલ એન્ડ ગેસ, પાવર, રિયલ્ટી અને ટેક શેરોમાં ફંડો, ખેલંદાઓનું શેરોમાં વેલ્યુબાઈંગ થતાં સેન્સેક્સ-નિફટી બેઝડ તેજી સાથે વધીને બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૬૭૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૧૦ અને વધનારની સંખ્યા ૯૭૦ રહી હતી, ૧૯૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૬૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૩૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા… મિત્રો, વર્તમાન દોરમાં ઈન્ડેક્સ બેઝડ બજારની કરેકશનની ચાલ રહેવાની શકયતા સાથે ફરી ફંડો દ્વારા આ પડકારરૂપ સમય બાદ આગામી નાણાકીય વર્ષમાં આર્થિક રિકવરીના અંદાજો અને કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરીમાં નવા નાણાકીય વર્ષથી વધુ ઝડપી રિકવરની અપેક્ષાએ સારા ફંડામેન્ટલ ધરાવતી સ્મોલ, મિડ કેપ કંપનીઓના શેરોમાં એક્યુમ્યુલેશન શરૂ થતું જોવાશે. જેથી કોઈપણ કરેકશન સારા શેરોમાં ખરીદીની તક બની રહેવાની શકયતા છે. આગામી દિવસોમાં ફુગાવાના હોલસેલ આંક, અમેરિકા-ચાઈના ટ્રેડ ડીલ, ક્રુડ ઓઈલના ભાવ, ઈસીબીની મીટિંગ પર બજારની નજર રહેશે. બાકી અંગત સલાહ એ છે કે “ તબક્કાવાર નફો બુક કરે એ જ શાણો રોકાણકાર ”…કેમ ખરું ને

તા.૧૧.૧૨.૨૦૧૯ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૧૯૪૨ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૮૮૮ પોઈન્ટના પ્રથમ અને ૧૧૮૩૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૧૯૭૩ પોઈન્ટ થી ૧૧૯૮૮ પોઈન્ટ, ૧૨૦૦૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૨૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૧૧.૧૨.૨૦૧૯ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૩૧૩૫૦ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૧૪૭૪ પોઈન્ટના પ્રથમ અને ૩૧૬૦૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૧૩૦૩ પોઈન્ટ થી ૩૧૨૩૨ પોઈન્ટ, ૩૧૧૭૩ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૧૬૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..
HDFC બેન્ક ( ૧૨૫૬ ) :- HDFC ગ્રુપ ની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૨૩૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૨૧૭ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૨૬૭ થી રૂ.૧૨૭૪ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૧૨૮૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
લ્યુપિન લિમિટેડ ( ૭૪૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૭૩૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૭૧૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૭૫૫ થી રૂ.૭૬૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
ઇન્ફોસિસ ( ૭૨૨ ) :- રૂ.૭૦૩ નો પ્રથમ તેમજ રૂ.૬૮૮ ના બીજા સપોર્ટથી ટેક્નોલૉજી સેક્ટર રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૭૩૦ થી રૂ.૭૩૭ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
એક્સિસ બેન્ક ( ૭૧૮ ) :- બેન્ક સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૨૭ થી રૂ.૭૩૭ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૭૦૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
LIC હાઉસિંગ ફાયનાન્સ ( ૪૩૯ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૪૨૭ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક હાઉસિંગ ફાઈનાન્સ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૪૪૭ થી રૂ.૪૫૪ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!

ઇન્ડસિન્ડ બેન્ક ( ૧૪૩૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ બેન્ક સેક્ટર નો આ સ્ટોક રૂ.૧૪૫૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૪૨૩ થી રૂ.૧૪૨૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
ટાઇટન લિમિટેડ ( ૧૧૮૪ ) :- રૂ.૧૨૦૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક
રૂ.૧૨૧૮ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૧૭૦ થી રૂ.૧૧૬૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૧૨૨૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો….!!!
હેવેલ્સ ઈન્ડિયા ( ૬૩૯ ) : ઇલેક્ટ્રોનિક્સ એક્વિપમેન્ટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૬૬૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૬૨૬ થી રૂ.૬૧૬ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો….!!!
બર્જર પેઈન્ટ્સ ( ૪૯૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પેઈન્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૫૧૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૪૮૪ થી રૂ.૪૮૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી
રૂ.૫૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
ઓરબિન્દો ફાર્મા ( ૪૫૦ ) :- રૂ.૪૭૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૪૮૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૪૩૭ થી રૂ.૪૩૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!!! રૂ.૪૮૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here